બટેટાને આપો ટ્વીસ્ટ, માણો ટેસ્ટી પોટેટો સ્નેક્સ 

માધુરી વાનગી Publish Date : 16 December, 2020 04:37 AM

બટેટાને આપો ટ્વીસ્ટ, માણો ટેસ્ટી પોટેટો સ્નેક્સ 

આજકાલ ઠંડીના દિવસો ચાલી રહ્યા છે અને ઠંડીમાં ગરમ ગરમ કોઈ સ્પેશ્યલ સ્નેક્સ મળી જાય તો જમાવટ થઇ જાય, ત્યારે ગુજરાતપોસ્ટના વાંચકો માટે લાવ્યા છે પોટેટો સ્નેક્સ સ્પેશ્યલ વેરાયટી અને વાનગી 

બટાકાને પાણી થી બરાબર ધોઈ વચ્ચે લાકડા ની સ્ટીક લગાવી રાઉન્ડ માં કટ કરો (cut like spring).  હવે તેને મીઠા વાલા પાણી માં ૧૫ થી ૨૦ મીનીટ સુધી મૂકો.
એક બાઉલ માં ૨ ચમચી મેંદો, ૨ ચમચી કોર્ન ફ્લોર લઈ તેમાં ૧ ચમચી ચાટ મસાલો, ૨ ચમચી કાશ્મીરી લાલ મરચું, ૧/૨ ચમચી મીઠું નાખી બરાબર મિક્સ કરી પાણી થી બૅટર (ભજીયા ના ખીરાથી થોડુ જાડુ)બનાવો.
હવે બટાકા ને એક કપડામાં માં મૂકી ૫ મીનીટ માટે કોરા કરી બટાકા ની સ્ટીક પર બૅટર લગાવી ગરમ તેલમાં તળી લો.(પહેલા ૨ મીનીટ ગેસ ફાસ્ટ રાખી પછી ૫ મીનીટ ધીમા તાપે ફેરવતા ફેરવતા તળી લો).
માયોનીયસ અને કૅચપ સાથે સર્વ કરો.

Related News