હવે ટ્રેનમાં મુસાફરી દરમિયાન મનપસંદ ફૂડ ઓર્ડર કરી શકાશે : ઈ કેટરિંગ સેવા શરૂ કરવામાં આવી 

TOP STORIES Publish Date : 16 January, 2021 03:18 PM

હવે ટ્રેનમાં મુસાફરી દરમિયાન મનપસંદ ફૂડ ઓર્ડર કરી શકાશે : ઈ કેટરિંગ સેવા શરૂ કરવામાં આવી 

 
ન્યૂઝ બ્રીફ 
 
ટ્રેનમાં મુસાફરીનો આનંદ જ કાંઈક અલગ હોઈ છે અને જો મુસાફરી દરમિયાન મનગમતું ભોજન મળી જાય તો ! પૂછવું જ શું ... હવે આ શક્ય છે .. ટ્રેનમાં મુસાફરી દરમિયાન હવે મનગમતું ભોજન પણ ઉપલબ્ધ થશે... જીહા આ હવે હકીકત બનવા જય રહ્યું છે રૈનમા મુસાફરી દરામિયાન મનગમતા ભોજન માટે હવે ઓર્ડર કરીને મુસાફરી દરમિયાન ભોજનનો સ્વાદ પણ માણી શકાશે... આ સેવા શરૂ કરવામાં આવી રહી છે ઇકેટરિંગ હેઠળ આ સેવા શરૂ કરવામાં આવી છે જેમાં મુસાફરને આ ..  આ સેવા હાલ તો દેશના ટોચના અને પસંદગીના શહેરના રેલવે સ્ટેશન ઉપર ઉપલબ્ધ કરવામાં આવી છે.... જોકે ધીમે ધીમે તે દેશના અન્ય મોટા શહેરોમાં શરૂ કરવામાં આવશે 
 
આ સેવાઓ આઈઆરસીટીસી દ્વારા શરૂ કરવામાં આવી છે જેમાં મુસાફર ઇકેટરિંગ એપ્લિકેશન હેઠળ પસંદગીના શહેરમાં મનગમતા ફૂડ માટે ઓર્ડર કરી શકશે આ માટે મુસાફરે ક્યાંય જવાનું નહિ રહે માત્ર જ્યાં જ્યાં આ સેવાઓ ઉપલબ્ધ છે તે શહેરના ફૂડ પ્લાઝાથી કે પછી આઈઆરસીટીસી ની કેટરિંગ સેવા ના માધ્યમથી મનગમતું ફુઈડ ઓર્ડર કરી શકશે અને ફૂડ આપનાર ડીલેવરી બોય ટ્રેનમાં આ સેવા પહોંચાડશે એટલું જ નહિ ફૂડ સેવા આપનાર ડીલેવરી બોલ સંપૂર્ણ સ્વસ્થ હશે અને આરોગ્યના અને સ્વચ્છતાના ધારાધોરણનું પણ સંપૂર્ણ પાલન કરશે 

Related News