સેલ્ફ ફાઇનાન્સ શાળા સંચાલકો દ્વારા સ્વ.અભયભાઈ ભારદ્વાજને શ્રદ્ધાસુમન :મહારક્તદાન કેમ્પનું આયોજન

SAURASHTRA Publish Date : 23 December, 2020 01:16 AM

સેલ્ફ ફાઇનાન્સ શાળા સંચાલકો દ્વારા સ્વ.અભયભાઈ ભારદ્વાજને શ્રદ્ધાસુમન અર્પણ 

 

રાજકોટ 

રાજકોટના પનોતા પુત્ર અને રાજ્યસભાના સદસ્ય સ્વ અભયભાઈ ભારદ્વાજના નિધન બાદ વિવિધ સંસ્થાઓ અને સામાજિક આગેવાનો દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં ખાનગી શાળાના સંચાલકો , શિક્ષકો સાથે રાજકીય મહાનુભાવો અને અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા , જેમાં ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, અંશ અભયભાઈ ભારદ્વાજ, શિક્ષણ સચિવ વિનોદ રાવ, કથાકાર જીગ્નેશ દાદા તેમજ જીનિયસ સ્કૂલના ડીવી મહેતા, અવધેશભાઈ કાનગડ, અજયભાઇ પટેલ, હરિપ્રસાદ સ્વામી, છત્રપાલસિંહ જાડેજા  (સ્કોડા શો રૂમ ) ,ખોડલધામ સમિતિના હંસરાજભાઇ ગજેરા ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, નાગદાનભાઇ ચાવડા સહિતના અગ્રણીઓ અને શિક્ષણ જગત અને રાજકીય જગતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં રક્તદાન કરનારા દાતાઓ ઉપસ્થિત રહયા હતા 

Related News