ટબુકડી આરોહી પડીયા છવાઈ ગઈ સોશ્યલ મીડિયામાં

ENTERTAINMENT Publish Date : 25 January, 2021 06:11 PM

 

  રાજકોટની ટબુકડી આરોહી પડિયાના છે સોસીયલ મીડિયામાં લાખો ફોલોવર્સ 

 

 

સોસીયલ મીડિયામાં અવનવા વિડીયો મૂકીને ફેમસ થવું સૌકોઈને ગમે છે અને ઘણા એવા સોશિયલ મીડિયા સ્ટાર છે જેના ફેનની સંખ્યા લાખોમાં છે આવી જ એક ટબુકડી સ્ટાર છે આરોહી પડિયા જેના સોસીયલ મીડિયામાં લાખોની સંખ્યામાં ફેન છે આ ટબુકડી સ્ટાર આરોહીના લખો ફોલોવર્સ છે અને તેના એક એક વીડિયોને લાખો લાઈક પણ મળે છે .. આરોહી રાજકોટમાં રહે છે અને તેના પપ્પા પરાગભાઇ તેના અવનવા ડાન્સ વિડીયો ને સોસીયલ મીડિયા એપ્લિકેશનમાં મૂકે છે અને તેને પસંદ કરવા માટે લાખો ફેન પણ તેની રાહ જોતા હોઈ છે .... આરોહી વર્ષ 2018 થી સોસીયલ મીડિયામાં એક્ટિવ છે અને ટિક્ટોકમાં તેના લાખો ફેન બની ચુક્યા હતા જોકે ટિક્ટોક બંધ થયા બાદ તેઓએ રોપોસો અને અન્ય સોશિયલ મીડિયામાં પણ વિડીયો મૂકી રહી છે અને તેને લાખો લાઈક અને ફોલોવર્સ મળે છે ટિક્ટોકમાં તેના 4.54 લાખ ફોલોવર્સ હતા તો 7.8 મિલિયન લાઈક મળી હતી જોકે હવે તે ભારતીય એપ્લિકેશન જોશ અને રોપોસો તેમજ મોજ એપ્લિકેશનમાં પણ લાખો ફેનનું ફોલોવિંગ ધરાવે છે, અવનવી ગુજરાતી ટીવી ચેનલમાં પણ લાઈવ ઇન્ટરવ્યૂ તેઓ આપી ચુક્યા છે  હાલમાં તેનો લેટેસ્ટ વિડીયો મુક્યો છે તે તમને ગમશે 

 

Related News