રાજકોટમાં એક લાખ સદસ્યોના પરિજનો જ અમારો વિજય નિશ્ચિન્ત કરશે : કમલેશ મીરાણી 

TOP STORIES Publish Date : 24 January, 2021 05:40 PM

રાજકોટમાં એક લાખ સદસ્યોના પરિજનો જ અમારો વિજય નિશ્ચિન્ત કરશે : કમલેશ મીરાણી 

 
( પાર્થ લાઠીગરા દ્વારા )
 
રાજકોટ 
 
રાજકોટ સહીત રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઇ છે, ચૂંટણી જાહેર થતા જ રાજકીય પક્ષો અને કાર્યકરો આગેવાનો ઈલેક્શન મોડમાં આવી ગયા છે..ચૂંટણી જાહેર થતા જ રાજકોટમાં રાજકીય ગરમાવો આવ્યો છે રાજકોટમાં છેલ્લા પાંચ વર્ષથી કોર્પોરેશનમાં ભાજપનું શાશન છે અને વર્ષ 2015 ની ચૂંટણીમાં કોંગ્રેસ જીતતા જીતતા રહી ગઈ હતી જોકે તે વખતના સમીકરણો અલગ હતા અને આ વર્ષે પણ નવા સમીકરણો જોવા મળી રહ્યા છે ગત ચૂંટણીમાં પાટીદાર આંદોલન નો પડછાયો હતો અને એટલે જ કાંટે કી ટક્કર ચૂંટણીમાં જોવા મળી હતી..જોકે આ વખતે ક્યાં મુદ્દા ઉપર ચૂંટણી લડવામાં આવશે અને જનતા આખરે કઈ પાર્ટીને અને ક્યાં ઉમેદવારને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટીને કોર્પોરેશનમાં મોકલશે .. આ બધી જ બાબતોને લઈને શહેરમાં સતાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ કમલેશ મિરાણીએ ગુજરાતપોસ્ટ.કોમને ખાસ મુલાકાત આપીને જીતનો દાવો કર્યો છે 
 
                              કમલેશ મિરાણીએ મુલાકાતની શરૂઆતમાં જ જણાવ્યું છે કે અમારે ચૂંટણીની તૈયારી કરવાની ન હોઈ .. કારણ કે અમારે માટે તો રોજે રોજ ઈલેક્શન જ છે અને એટલે જ ભાજપ રોજ કોઈ પણ ચૂંટણી લાડવા સજ્જ જ જોવા મળે છે તૈયારી તો જેઓ ઈલેક્શન સમયે જ મેદાનમાં આવે છે તેને કરવાની હોઈ છે .. ગત વખત કરતા આ વખતે અમારે વધુ સરળ અને આસાન છે ચૂંટણી,.. કારણ કે રાજકોટના વિકાસના કામો જ અમને જીતાડશે.. કમલેશભાઈ જણાવે છે કે રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનું બુલડોઝર ફરી વળશે અને કોંગ્રેસ સિંગલ ડિજીટમાં પણ નહિ રહે.. અમારા પેજ પ્રમુખો અને તેના પરિજનોના એક એક વોટ કોંગ્રેસની એક એક આશાઓને તોડીને કોંગ્રેસ મુક્ત સ્વપ્નને સાકાર કરશે આ દાવો કર્યો છે કમલેશ મિરાણીએ.. રાજકોટમાં શહેર ભાજપ સાથે જોડાયેલા એક લાખ જેટલા પેજ પ્રમુખો અને કાર્યકરોના પરિજનોના 4 લાખ વોટને મતદાનના પહેલા 2 કલાકમાં જ નંખાઈ જાય તેવી વ્યવસ્થા અમે કરી રહયા છીએ અને પહેલી 2 કલાકના મતદાનના આંકડા જ અમારા વિજયને નિશ્ચિન્ત કરશે.. તેમ આત્મવિશ્વાસ સાથે ભાજપના શહેર પ્રમુખ કમલેશ મિરાણીએ ગુજરાત પોસ્ટને આપેલી આ મુલાકાતમાં જણાવ્યું છે...અને તેની તૈયારી પણ ભાજપે શરૂ કરી હોવાનું શહેર ભાજપના કાર્યાલયમાં ચાલી રહેલા ઉત્સાહથી લાગી રહ્યું છે..   

Related News