રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બનવા 800 મૂરતીયાઓ મેદાનમાં

RAJKOT-NEWS Publish Date : 25 January, 2021 03:00 PM

રાજકોટ મહાપાલિકા ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બનવા મૂરતીયાઓ નો રાફડો ફાટ્યો છે... દિગ્ગજઓ ની ચૂંટણી લડવાની અનિચ્છા અને યુવાઓને ટીકીટ આપવાના પ્રદેશ પ્રમુખના અભિગમ ને લઈને યુવાઓ ટીકીટ મેળવવા ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.. રાજકોટ મહાપાલિકાના 18 વોર્ડમાં 72 બેઠકો માટે 800 જેટલા ટીકીટ વાંચહુઓએ ફોર્મ ઉપડયા છે... 

આજથી ટીકીટ માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.. જેમાં ઉત્સાહજનક રૂપથી કાર્યકરો ઉમટી પડયા હતા....

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે... શહેર ભાજપે ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. .આજે શહેરમાં ચાર સ્થળે ટિકિટના અપેક્ષિત ઉમેદવારોથી લઈને કાર્યકરો અને સંગઠના હોદ્દેદારોએ નિરીક્ષકોએ પોતાની રજુઆત કરી છે..આ વખતે ઉમેદવાર પસંદગી માટે ખાસ અપેક્ષાઓ પાર્ટીએ રાખી છે જેમાં ઉમેદવાર નું સામાજિક કામોનું બેકગ્રાઉન્ડ... સોસીયલ મીડિયામાં તેની પહોંચ... સ્થાનિક લેવલે લોકપ્રિયતા... પાર્ટી માટે કરેલા કામો.. રામ મંદિર માટે આપેલી નિધિ અને પાર્ટીની અંદર સર્વસવકૃતિ ને લાયકાત ગણવામાં આવી શકે છે... સેન્સ ની પ્રક્રિયા પહેલા શહેર ભાજપના 4 થી 5 દિગગજ નેતાઓએ ચૂંટણી ન લડવાની વાત કરી છે જેમાં નીતિનભાઈ ભારદ્વાજ.. પૂર્વ મેયર બીનાબેન આચાર્યા... ઉદય કાનગડ.. કશ્યપ શુક્લ.. અરવિંદભાઈ રૈયાણી સહિતના ચૂંટણી ન લડવા માટે પોતાની વાત દર્શાવી ચુક્યા છે... તો ટીકીટ અંગે પાર્ટી નક્કી કરશે તેમ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી અને બીના બેન આચાર્યાએ પોતાની પ્રતિ ક્રિયાઓ આપી છે..

 

Related News