ભાજપના પૂર્વ નગરસેવક પરેશ પીપળીયાનું મકાન હરરાજી માટે મુકાયું ; લોન ન ચુકવતા બેન્ક ઓફ બરોડાએ મકાનની હરરાજી  માટે તૈયારી કરી 

RAJKOT-NEWS Publish Date : 26 January, 2021 09:11 PM

ભાજપના પૂર્વ નગરસેવક પરેશ પીપળીયાનું મકાન હરરાજી માટે મુકાયું ; લોન ન ચુકવતા બેન્ક ઓફ બરોડાએ મકાનની હરરાજી  માટે તૈયારી કરી 

 

રાજકોટ 

રાજકોટ ભાજપના પૂર્વ નગરસેવક પરેશપીપળીયાના ઘરની બેન્ક હરરાજી કરવાની છે.... બેન્ક ઓફ બરોડામાંથી મકાનમાટે પરેશ પીપળીયાએ લોન લીધી હતી જે સમયસર ન ચુકવી શકતા તેનું મકાન હરાજી માટે મુકવાનું બેંકે નક્કી કર્યું છે 

બેંક ઓફ બરોડાએ જુદી જુદી 11 મિલકતની હરાજી કરવાનું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં ભાજપના પૂર્વ નગરસેવક પરેશ પીપળીયાની મિલકતની યાદી પણ છે, જેમાં શહેરના વોર્ડ નંબર 4 કે જ્યાંથી પરેશ પીપળીયા નગરસેવક પણ રહ્યા છે તે વિસ્તારમાં આવેલા મધુવન પાર્કના શેરી નંબર 3 માં આવેલા સમર્પણ પાર્ટી પ્લોટ અને વૃંદાવન સોસાયટીમાં આવેલા મકાન તેમજ પડધરીમાં આવેલી એક, ફેક્ટરીની પણ હરરાજી કરવામાં આવેલી છે... જેની અપસેટ કિંમત 38.45 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

Related News