રાજકોટ માટે સંકલ્પ રજૂ કરતી ભારતીય જનતા પાર્ટી : મહાપાલિકાની ચૂંટણીમાં વચનોની લ્હાણી

TOP STORIES Publish Date : 16 February, 2021 05:22 PM

 

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપનું મતદારોને વચન : સંકલ્પ પત્ર રજુ કરાયું 

 

મહાપાલિકાની ચૂંટણી કાલી રહી છે ત્યારે આજે રાજકોટ શહેર ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે , મહાપાલિકાની ચૂંટણી દરમિયાન આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે મ્યુનિસિપલ ફાઇનાનાસ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી , શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાની, નીતિનભાઈ ભારદ્વાજ, રાજુભાઈ ધ્રુવ, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ગોવિંદભાઇ પટેલ સહિતના ની ઉપસ્થિતિમાં આ ચૂંટણી સંકલ્પ પાત્ર રજુ કરવામાં આવ્યું હતું , સંકલ્પ પત્રમાં મહિલાઓ માટે પાણી-મહિલા રોજગારી માટે હાટ બજાર-સિમેન્ટના રસ્તા-થીમ બેઇઝ પાર્ક-રમત ગમે માટે ખાસ નવું ઇન્ડોર સ્ટેડિયમ બનાવવામાં આવશે , તો કલા અને સંસ્કૃતિ માટે ખાસ વ્યવસ્થા સાથેનું ઓડિટોરિયમ પણ તૈયાર કરવામાં આવશે એટલું જ નહિ દાદા-દાદી માટે વધુ એક સિનિયરસીટીઝન પાર્ક અને બાગ બગીચા સાથે લાઈબ્રેરી અને પીવાના પાણીની વધુ વ્યવસ્થા કરવાનું સ્વપ્ન રજુ કરવામાં આવ્યું છે એટલું જ નહિ નવા વધુ 5 બ્રિજ માટેનું વિઝન અને ટ્રાફિક પોઇન્ટને વધુ વિસ્તાર આપવા માટે  તેમજ પે એન્ડ પાર્ક બનવવા માટે ભાજપે સંકલ્પ પત્ર રજુ કર્યો છે 

 

Related News