રાજકોટમાં BMW ની ઠોકરે મહાપાલિકાના કર્મીનું ઘટના સ્થળે જ મોત

BREAKING NEWS Publish Date : 13 January, 2021 11:25 AM

રાજકોટમાં મંગળવારે રાત્રીના પુરપાટ ઝડપે ચાલી રહેલી લકઝરી કાર ની ઠોકરે મહાપાલિકાના સફાઈ કામદાર નું મૃત્યુ નીપજ્યું છે... બીએમડબલ્યુ કારની ઠોકરે ઘટના સ્થળે જ વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું.. 

 

રાજકોટમાં BMW કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ગઈકાલે રાત્રીના બનેલા અકસ્માતમાં બાઇક સવાર નું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું...

 

જેન્તીભાઈ રાઠોડ નામના સફાઈ કામદાર નું મૃત્યુ નિપજતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે...

અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે નીપજ્યું મોત

80 ફૂટ રોડ પર અમુલ સર્કલ નજીક સર્જાયો અકસ્માત

થોરાળા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી

GJ-12-AX-7785 નંબરની BMW કારે બાઇક ચાલકને લીધો હડફેટે

Related News