તૌકતે વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશ્યું :ભયાનક તોફાની મોજા દરિયામાં ઉછાળ્યા, ભારે વરસાદની સ્થિતિ 

TOP STORIES Publish Date : 17 May, 2021 07:42 PM

તૌકતે વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશ્યું :ભયાનક તોફાની મોજા દરિયામાં ઉછાળ્યા, ભારે વરસાદની સ્થિતિ 

 
રાજકોટ 
 
ગુજરાતમાં આખરે તૌકતે વાવાઝોડાએ પ્રવેશ કર્યો છે, ભયાનક તોફાની પવન અને વરસાદી માહોલ વચ્ચે તૌકતે વાવાઝોડાએ ગુજરાતના દરિયાકાંઠે પ્રવેશ કરતા સમગ્ર દરિયા કિનારાના વિસ્તારોમાં વાવાઝોડા રૂપી વરસાદ વરસી રહ્યો છે, દીવનો દરિયો તોફાની અને ગાંડો થયો છે તો વેરાવળ અને પોરબંદર સુધી તેમજ મહુવા સુધી વાવાઝોડાની ગંભીર અસર થઇ રહી છે, દીવ સુધી વાવાઝોડાએ પોતાની આશર વર્તાવી છે એટલું જ નહિ હવે ધીમે ધીમે વાવાઝોડાએ આગળ વધવાનું શરૂ કર્યું છે વેરાવળ થી લઈને કોડીનાર સુધી અને ગીર સોમનાથના ગ્રામીણ અને જંગલ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે , રાજ્યમાં દરિયાઈ પટ્ટીના વિસ્તારો સહિતના જિલ્લામાં 2 લાખ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે , તો રાજકોટ, જૂનાગઢ,ગીરસોમનાથ,પોરબંદર,દેવભૂમિ દ્વારકા,અમરેલી,ભાવનગરમાં બરાબરનો વાવાઝોડાનો માહોલ છવાયો છે એટલું જ નહિ હાલ દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા હોવાથી લોકોમાં ભયનું લખલખું પણ ફેલાઈ ગયું છે  

Related News