દિવ્યાંગ ભાવેશ ઉપર ખરા સમયે સીએમ વિજયભાઈ રૂપાણીની સંવેદના વર્ષી

TOP STORIES Publish Date : 12 February, 2021 06:38 PM

રાજકોટ ના ભાવેશ ઉપર સીએમની સંવેદના વર્ષી છે....

વાત છે..... રાજકોટના જક્શન પ્લોટ ખાતે આવેલા હંસરાજ નગરમાં રહેતા ભાવેશની... જે જન્મ થી મેન્ટલીરિટાયર્ડ છે... ભાવેશ દિવ્યાંગ છે અને તે તેના શરીર  ઉપર પુરી નિયંત્રણ નથી રાખી શકતો... આ પરિસ્થિતિમાં થોડા મહિના પહેલા તે અચાનક પડી ગયો... અને ભાવેશને જમણા હાથમાં ફેક્ચર આવ્યું... ઓપરેશન તો કર્યું પણ દિવ્યાંગ ભાવેશ નું હાડકું ન જોડાયું કારણ કે સતત હલનચલન ને પગલે તેના હાથ નું જોડાણ તૂટી ગયું અને ભાવેશ માટે મોટી મુસીબત સર્જાઈ.. હાડકામાં રસીની અસર થઈ ને ભાવેશને ઓપરેશન માટે 2.5 લાખ રૂપિયાની જરૂર પડી... સિંધી પરિવાર માથે મોટી મુસીબત આવી ગઈ... કારણ કે એક તો માધ્યમ વર્ગનો પરિવાર અને દિવ્યાંગ ભાવેશ માટે 2.50 લાખ લાવવા ક્યાંથી આ સમયે મદદ માટે અનેક જગ્યાએ હાથ લંબાવ્યા... પણ આટલી મોટી રકમ કોરોના કાળમાં કોણ આપે... ત્યારે સિંધી સમાજના આગેવાનો અને ભાજપના સ્થાનિક કાર્યકરોએ સીએમ વિજયભાઈ નો સંપર્ક કર્યો... રૂપાણી સાહેબ સંવેદનશીલ છે અને તેઓ મદદ કરશે તેવી આશા હતી... સીએમ મદદ કરે એ માટે રાજકોટના પ્રભારી નીતિનભાઈ ભારદ્વાજ સુધી વાત કરવામાં આવી... ભાવેશ ની પરિસ્થિતિ અને પરિવાર ની દશા નો પણ કાયસ લાગવાયો અને મદદ માટે વિજયભાઈ સુધી વાત કરવામાં આવી... અહીં વિજયભાઈ રૂપાણીએ પોતાની સંવેદનાનો પરિચય આપ્યો અને લંબાવ્યો મદદનો હાથ.... સીએમ ફંડ માંથી સહાય મોકલી આપી અને સૌરાષ્ટ્રના એક માત્ર તૂટેલા હાડકા જોડવાના નિષ્ણાત તબીબ ડો કુલદીપ પરમાર પાસે ઓપરેશન કરાવાયું.. હાલ ભાવેશ સ્વસ્થ થઈ રહ્યો છે...અને તેના પિતા વિજયભાઈનો આભાર માનતા ગળગળા થઈ જાય છે... તો ભાવેશ પોતાની આગવી ભાષામાં થેન્ક યુ વિજયભાઈ કહે છે.....

Related News