રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં મતદારો નિરૂત્સાહ : કોરોના,મોંઘવારી,બેરોજગારી,લોકલ ધંધાને નુકસાની,બેફામ વસુલતો દંડ નાગરિકોના રોષનું કારણ

TOP STORIES Publish Date : 11 February, 2021 11:31 AM

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં મતદારો નિરુત્સાહ : કોરોના,મોંઘવારી,દંડથી લોકો ભારે ગુસ્સામાં

રાજકોટ

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં કોરોના, મોંઘવારી,અને તંત્રએ વસુલેલો બેફામ દંડ લોકોમાં નિરાશા અને ભારે ગુસ્સો સર્જી રહ્યો છે.. મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપ એઇમ્સ, એરપોર્ટ અને પાણી લઈને મેદાને ઉતર્યું છે.. જોકે સામાન્ય નાગરિક જે રોજનું કમાઈ ને રોજ ખાવા વાળા છે એવા લોકો માટે એરપોર્ટ ના દર્શન પણ દુર્લભ છે તેના માટે સૌથી મોટો મુદ્દો રોજગારી અને માસ્ક અને ઇ મેમો થી બચવાનો છે.. જે લોકો ઘર માંડ માંડ ચલાવે છે એ લોકો હજારો નો દંડ ભરીને ભારે મુશ્કેલી અનુભવ કરે છે ત્યારે આવી પરિસ્થિતિમાં ઉમેદવારો અને રાજકીય પક્ષો ને પ્રચાર કરવો અને મતદારોને પોતાના પક્ષે રાજી કરવા એ મોટો પડકાર છે... કોરોના થી ત્રાસી ગયેલા લોકોને બેરોજગારી... માસ્ક ન પહેરવા બદલ ચુકવવો પડેલો   એ પણ સામાન્ય લોકો માટે ગુસ્સાનું કારણ છે..તો લોકો ને નવું શુ આપવુએ ભાજપ માટે પણ સમસ્યા રૂપ છે.. કારણ કે લોકોને ઘર ચલાવવા માટે રોજગાર જોઈએ છે.. નહિ કે વાયદાઓ... આવી પરિસ્થિતિમાં મતદારો મૂંઝાયા છે તો રાજકીય પક્ષ ને ઉમેદવાર માટે પણ એટલી જ સમસ્યા છે..

Related News