પાંચ વર્ષમાં રાજકોટને ભાજપે શું આપ્યું ; મુદ્દાઓ ક્યાં છે જે જનતાને પસંદ નથી ; મતદાન પહેલા એક વખત આ લેખ વાંચજો 

TOP STORIES Publish Date : 06 February, 2021 10:48 PM

પાંચ વર્ષમાં રાજકોટને ભાજપે શું આપ્યું ; મુદ્દાઓ ક્યાં છે જે જનતાને પસંદ નથી :મતદાન પહેલા એક વખત આ લેખ વાંચજો 

રાજકોટ 

(part-01)

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે હિસાબ દેવાનો સમય છે , પાંચ વર્ષ સુધી મહાપાલિકામાં સંતાન સૂત્રો સાંભળ્યા બાદ હવે જનતાના દરબારમાં જવાનું છે ત્યારે પાંચ વર્ષમાં શું કર્યું એ તો જણાવવું પડશે સાથે આગામી પાંચ વર્ષ માટે શું કરવામાં આવશે તેનો હિસાબ એવો પડશે એટલું જ નહિ છેલ્લા 15 વર્ષથી જે કંપ નથી થતા તે અંગે પણ જવાબ આપવો પડશે , છેલ્લા પાંચ વર્ષમાં શહેરના વિકાસને માત્ર પશ્ચિમ સુધી જ માર્યાદિત રાખવામાં આવ્યો હોઈ તેવી અનુભૂતિ પૂર્વ અને મધ્ય રાજકોટના રહેવાસીઓ અનુભવી રહ્યા છે , રાજકોટની માધ્યમથી પસાર થતી આજી નદીના સુધડી કરણની જાહેરાત અને આજી નદીમાં રિવરફ્રન્ટ બનવવાની વાત વર્ષોથી કરવામાં આવે છે છતાં આજી નદી હજુ પણ ગટરની ગંદકીથી પીડાઈ છે .. વિકાસ ની વાત માત્ર એવા વિસ્તારમાં જ થાય છે કે જ્યાં નેતાજીના સબંધીઓ અને સગાઓ રહે છે અને તેઓના ભાગીદારીના પ્રોજેક્ટ ચાલે છે .. જોકે કહેવા પૂરતી એકાદ એ યોજનાઓ છૂટક વિસ્તારોમાં લ્હાણીની જેમ આપવામાં આવે છે પરંતુ સમગ્ર રાજકોટના સર્વાંગી વિકાસ માટે ન તો કોઈ બ્લુ પ્રિન્ટ છે ન તો તેનો કોઈ વિચાર સામે આવી રહ્યો છે , 39 વર્ષના મહાપાલિકાના ઇતિહાસમાં 30 વર્ષ કરતા વધુ સમય ભાજપની સત્તા રહી છે. ત્યારે આજે પણ પાણી માટે નર્મદાની લાઈન ઉપર જ ભરોષો રાખવો પડી રહ્યો છે .. નર્મદા નું પાણી ન આવે તો રાજકોટવાસીઓ માટે પીવાના પાણીની મોટી મુશ્કેલી ઉભી થાય અને જે વિકાસ થયો છે તે ગૂંગળાવા લાગે જોકે નવા કોઈ ડેમ કે પાણીનું નર્મદા સિવાયનું આયોજન મનપા ના સત્તાધીશો કરી શક્ય નથી અને તેનો વિચાર પણ નથી , તો ટ્રાફિકની સમસ્યા અહીંની પોલીસ દોરડાથી ઉકેલે છે , રાજકોટવાસીઓને ખિસ્સા ઉપર કતાર ફેરવીને કરોડો રૂપિયાનો મેમો વસૂલી લીધો પરંતુ આજે પણ ટ્રાફિકના એક પણ પોઇન્ટ વધ્યા નથી કે ટ્રાફિક સિગ્નલ સુચારુ રૂપથી કાર્યરત નથી થતા.. સીસીટીવી રાજકોટની જનતાની સલામતી માટે નાખવામાં આવ્યા છે અને તેના માલ મિલકતની સુરક્ષા માટે તેનો ઉપયોગ કરવાનો રહે છે જોકે તેનો 99 ટાકા ઉપયોગ નાગરિકોને મેમો ફટકારવા અને તેની ભૂલથી થયેલી ભૂલ શોધવામાં કરવામાં આવે છે .. પરંતુ નાગરિકો  એ પણ અનુભવે છે કે સીસીટીવી જયારે વીવીઆઈપી નેતાઓ કે મોટા સેલિબ્રેટી ની અવરજવર સમયે આંધળા બની જાય છે સીસીટીવી ની મજાલ છે કે ભાજપીઓ કે કોન્ગ્રરેસીઓ ને મેમો મળે અહીં નાગરિકોને જ દંડવા માટે કેમેરા નાખવામાં આવ્યાનો અનુભવ અને પીડા રાજકોટવાસીઓને થાય છે જે આ વખતની ચૂંટણીમાં નક્કી નેતાઓને પીડા જરૂર કરાવશે ..લોકડાઉંન સમયે માસ્કના તોતિંગ દંડ નાગરિકો થી લઈને બાવા સાધુઓને ફટકારવામાં આવ્યા હતા .. કોઈ દવાખાનાના કામે પહોંચ્યા હોઈ કે પરત આવતા હોઈ તો પોલીસના કરડા અનુભવ થી તેઓને પરેશાન થવું પડ્યું છે એટલું જ નહિ રાજકોટના બાવા અને સાધુઓને પણ દંડ ફટકારીને મહાપાલિકાના સત્તાધીશોએ સાહેબોની વાહવાહી મેળવી હતી..જોકે આ બધું અન્યાય, જે મફતમાં આપેલા ( જોકે જનતાના ઉઘરાવેલા ટેક્સના પૈસા )અનાજ થી કે કહેવા પૂરતા થયેલા કે ચૂંટણી લાડવા માટે મતની અપેક્ષાએ કરવામાં આવેલા લોકસેવાના કામોથી છૂટશે નહિ..  રાજકોટની જનતાના અનેક સવાલ છે જોઈકે અહીં સવાલ પૂછનાર જ બુક થયેલા છે માટે જનતા બિચાડી બાપડી બની ગઈ છે સ્વાર્થનો અને લાભનો કાંટ કલમ અને કેમેરાને પણ લાગવા લાગ્યો છે.. ત્યારે રાજકોટની જનતા એ હવે અંધકારમાંથી જાગવાની જરૂર છે અને રાજકોટનું સાચું અને યોગ્ય હિટ જોઈ શકે તેવા જ્ઞાતિ કે પક્ષને નહિ રાજકોટને વફાદાર રહે તેવા લોકોને પોતાના પ્રતિનિધિ બનવાની જરૂર છે..   

વંદે માતરમ..ભારત માતા કી જય ......

Related News