રાજકોટ વૉર્ડ નમ્બર 2 ત્રિપાંખીયો જંગ : લોકપ્રિય રાજાણી-સ્વચ્છ પ્રતિભાના રાજભા અને ભાજપ વચ્ચે જન્ગ

RAJKOT-NEWS Publish Date : 07 February, 2021 11:13 AM

 

રાજકોટમાં વોર્ડ નમ્બર 2 કોંગ્રેસ માટે રાજાણી મજબૂત ઉમેદવારી ; ભાજપ માટે પરીક્ષા સમાન 

 

રાજકોટ મહાપાલિકાના વોર્ડ નંબર 2 માં ત્રિકોણીય જંગ જમનાર છે .. કારણ કે અહીં જ્ઞાતિ--ધર્મ-સ્થાનિક પરિબળ સાથે ત્રિકોણીય જંગ યોજાનાર છે .. આ વિસ્તારના પૂર્વ નગરસેવક રાજભા ઝાલા અહીં આમ આદમી પાર્ટી માંથી મેદાને છે તો કોંગ્રેસના 108 ગણાતા મજબૂત અને લોકપ્રિય નેતા અતુલભાઈ રાજાણી અહીંથી ચૂંટણી લડી રહ્યા છે સાથે સ્થાનિક ઉમેદવાર યુનુસ જુણેજા દિવ્યાબા જાડેજા અને નિમીષા રાવલ મેદાનમાં છે તો ભારતીય જનતા પાર્ટીના જેમીન ઠાકર અને મનીષ રાડિયા સાથે પૂર્વ ડેપ્યુટી મેયર દર્શિતા શાહ અને મીતાબેન જાડેજા મેદાને છે .. ગત ટર્મના આ વોર્ડમાં ભાજપના ત્રણ ઉમેદવારો પાતળી અને નજીવી સરસાઈથી ચૂંટણી જીત્યા હતા અને કહી શકાય કે એકબેઠક ઉપર તો ભાજપ હારતા હરતા બચ્યું હતું .. જોકે આ વખતે ગણિત જ્ઞાતિ સાથે ધર્મ અને અશાંતધારા ને લઈને આ વિસ્તાર ચર્ચામાં છે આમ્રપાલી બ્રીજથી લઈને નહેરુનગર અને બજરંગવાળી થી લઈને એરપોર્ટ ફાટક અને આસપાસની સોસાયટીઓમાં સ્થાનિક મુદ્દા અને ઝૂંપડપટ્ટી સહિતના પ્રશ્નો છે જે સ્થાનિક પદાધિકારીઓ હલ કરવામાં અસરકારક નથી તાજેતરમાં જ મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકવામાં આવેલો આમ્રપાલી બ્રિજ માં વગર વરસાદે સિસ્ટમ ના વાંકે પાણી ના ખાબોચિયા ભરાયા હતા જે લોકો ભૂલ્યા નથી અહીં વરસાદી પાણી ભરવા અને ગંદકી સાથે સ્થાનિક મુદ્દાઓ ખુબ જ ચર્ચામાં છે 

 

Related News