ગોંડલ ના સુલતાનપુરના ખેડૂતે પ્રાકૃતિક ખેતી થી બટેટાનું વાવેતર કર્યું

TOP STORIES Publish Date : 26 January, 2021 03:11 PM

ગોંડલ ના સુલતાનપુરના ખેડૂતે પ્રાકૃતિક ખેતી થી બટેટાનું વાવેતર  કર્યું.

ગોંડલ પંથકના ખેડૂતો પેઠીગત કઈક અલગજ વાવેતર કરી નવા ચીલા ચીતરી રહયા છે આ પંથક ના ખેડૂતો આયુર્વેદિક ઓક્ષધીઓ પ્રાકૃતિક ખેતી, ફળો, ફૂલો શેરડી સ્ટોબેરી સહીત ના વાવેતર કરી પોતાની આવક બમણી કરી રહયા છે ત્યારે સુલતાનપુર ના ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરીને બટેટા નું વાવેતર કરી ઉમદા ઉપજ મેળવી ખેડૂતો માટે પ્રેરણારૂપ કાર્ય કરી બતાવ્યું છે...ગોંડલ તાલુકા ના સુલતાનપુર ગામે રહેતા ને વર્ષો થી ખેતીકામ કરતા તુલસીભાઇ અરજણભાઈ ગોંડલીયા (દાસભાઈ ) ઉ.વ.50 એ ગોંડલના અક્ષર મંદીરના સ્વામી આરુણી સ્વામીના માર્ગદર્શન થી ડીસા વિસ્તાર માંથી બટેટાનું બિયારણ મેળવી પોતાના ખેતરમાં એક વીઘા માં બટેટા નું વાવેતર કર્યું હતું આ બટેટા ના વાવેતર ને 80દિવસ જેવો સમય થતા બટેટા ઉપર આવી જવા પામ્યા હતા એક વીઘા એ 300મણ બટેટાની ઉપજ થવાની આશા છે
તુલસીભાઇ એ રૂપિયા 50 ના કિલો લેખે 35મણ બટેટા નું બિયારણ ખરીદી કર્યું હતું જેમાં તેમને રૂપિયા 35000 જેવો ખર્ચ થયો હતો ને બટેટા ની માવજત માટે દર પંદર દિવસે મછી ન થાય તે માટે ગાંગડા, હિંગનું દ્રાવણ, ટપક પદ્ધતિથી ગોમુત્ર અને ખાટી છાશ નો છટકાવ કરવામાં આવ્યો હતો. આ પંથક ના ખેડૂતો તેમજ ખેતી વિભાગ ના લોકો તુલસીભાઇ ની આ પ્રાકૃતિક ખેતી ને નિહાળવા આજુબાજુ ગામ ના ખેડૂતો હાલ સુલતાનપુર ની મુલાકાતે આવી રહયા છે જે એક ખેતી ને નવી દિશા આ ખેડૂત આપી રહયા છે જે કાબિલેદાદ કહેવાય.

Related News