તમંચા..પિસ્તોલ...રિવોલ્વર...ક્યાંથી આવે છે...ગેરકાયદે હથિયારો રાજકોટ? 

GUJARAT Publish Date : 03 December, 2020 04:35 AM

તમંચા...પિસ્તોલ....રિવોલ્વર.....ક્યાંથી આવે છે.... ગેરકાયદે હથિયારો રાજકોટ? 
 

ગેરકાયદે હથિયારો રાખવાનો શોખ: ક્યાંથી રાજકોટ આવે છે ગેરકાયદે હથિયાર 

 
રાજકોટ 
 
રંગીલું શહેર ધીમે ધીમે હવે તેની ઓળખ બદલી રહ્યું છે, એક સમયે સૌથી સુરક્ષિત માનવામાં આવતું રાજકોટ હવે ગેરકાયદે હથિયારોના શોખીનો માટે સ્વર્ગ બની ગયું હોઈ તેવી સ્થિતિ સર્જાઈ છે , આવું આમે નહિ પરન્તુ આંકડાઓ કહી રહ્યા છે, એક સમયે છરી અને ચપ્પુ ને નેફામાં રાખતા આરોપીઓ પોલીસના સકંજામાં આવતા હતા પરંતુ હવે ગેરકાયદે ફટાકડી સાથે આરોપીઓ ઝડપાઇ છે, આખરે ક્યાંથી આવે છે આ ગેરકાયદે હથિયારો? કોણ સપ્લાય કરે છે આ હથિયારોને રાજકોટમાં ? શું રાજકોટ ને ઉત્તરપ્રદેશ અને બિહાર બનાવવા માંગે છે ગેરકાયદે હથિયારના સોદાગરો ? કેમ માત્ર ફટાકડી રાખવાના શોખીન અને હથિયાર ખરીદનાર જ પકડાઈ છે?.. શહેર કે રાજ્યની પોલીસ કેમ હથિયારોના સોદાગરો સુધી નથી પહોંચી શકી? કે પછી હથિયારોના સોદાગરો એટલા ચાલાક છે કે તેઓ હથિયારો પહોંચાડી ગાયબ થઇ જાય છે ? આ સવાલ સૌકોઈના મનમાં હશે, ત્યારે આજે અમે આપના માટે ખાસ અહેવાલ લાવ્યા છીએ કોણ છે ગેરકાયદે હથિયારના સોદાગર અને ક્યાં ક્યાં મળી રહે છે ગેરકાયદે તમંચા , પિસ્તોલ અને દેશી રિવોલ્વર.... 
 
ઉત્તરપ્રદેશ અને બિહાર રહ્યા છે ગેરકાયદે હથિયારના ગઢ 
 
ગેરકાયદે હથિયારો માટે દેશમાં ઉત્તરપ્રદેશ સૌથી કુખ્યાત રહ્યું છે,... ઉત્તરપ્રદેશ બાદ ગેરકાયદે હથિયારો મામલે બિહારનો નંબર આવે છે,... જોકે બિહારના પશ્ચિમ વિસ્તાર અને ઉત્તરપ્રદેશના પૂર્વાંચલને હથિયારોના ગઢ તરીકે ઓળખવામાં આવે છે,.. દેશી કટ્ટા અને તમંચા રિવોલ્વર થી લઈને સંખ્યાબંધ હથિયારો અહીં ગેરકાયદે બનવામાં આવતા રહ્યા છે,...એ સમય હતો જયારે ડાકુઓ માટે ગેરકાયદે હથિયારનું કેન્દ્ર પૂર્વાંચલ રહ્યું હતું,.... કાનપુર તો તમંચા માટે જાણીતું હતું જ પરંતુ બલિયા સાથે મઉ અને ભદોહી અને દેવરિયા પણ હથિયારોના કેન્દ્ર રહયા છે ઉત્તરપ્રદેશના પૂર્વીય વિસ્તારની બિહાર સાથે સીમાઓ મળેલી હોવાથી અહીંથી બિહારના સિવાન, બક્સર, સારણ હથિયારો માટે ગઢ બની ગયા હતા ,એટલુંજ નહિ અહીં હથિયારો સાથે બાહુબલીઓએ પણ ભારે દબદબો ઉભો કર્યો છે અને હજુ પણ પશ્ચિમ બિહાર અને પૂર્વીય ઉત્તરપ્રદેશ એ બહુબલીઓનો ગઢ ગણાય છે અને તમામ ગેરકાયદે ધંધાઓ પૈકી હથિયારનો ધન્ધો અહીં સૌથી ફૂલ્યો ફાલ્યો છે અને એ હથિયાર દેશભરમાં જ્યાં પહોંચાડી શકાય ત્યાં પહોંચાડવામાં આવતા રહ્યા છે, જોકે સમય સાથે હથિયારના કેન્દ્ર પણ બદલતા રહયા છે ઉત્તરપ્રદેશ થી આવતા હથિયારો અને તેને સપ્લાય કરતા સપ્લાયરો ઉપર પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ દબાણ વધારતા હવે મધ્યપ્રદેશ ગુજરાતમાં અને ખાસ તો સૌરાષ્ટ્રમાં હથિયાર નું મોટું સપ્લાયર તરીકે ઉભરી આવ્યું છે , હાલમાં દિવાળી બાદ ઝડપાયેલા તમામ હથિયારો પૈકી એસઓજીએ પકડેલા હથિયારો મધ્યપ્રદેશ થી બરોડા થઈને રાજકોટ પહોચાડવાં આવ્યા હતા, મઘ્યપ્રદેશના અલીરાજપુર થી વાયા બરોડા થઈને આ હથિયાર રાજકોટના ફટાકડી ના શોખીનો ને પહોંચાડવામાં આવ્યા હતા 
 
મઘ્યપ્રદેશના અલીરાજપુર થી આવી રહ્યા છે ગેરકાયદે હથિયાર 
 
મધ્યપ્રદેશ ગુજરાતનું પાડોશી રાજ્ય છે અહીંના આદિવાસી વિસ્તાર થી સંખ્યાબંધ શ્રમિકો ગુજરાતમાં અને ખાસ તો સૌરાષ્ટ્રમાં રોજીરોટી અને કામધંધા માટે આવે છે, ખાસ તો ખેતરોમાં અને કારખાનામાં કામ કરવા માટે શ્રમિકો સૌરાષ્ટ્ર અને રાજકોટ આવે છે, રાજકોટ આવેલા શ્રમિકો અને મજૂરો મારફત હવે ગેરકાયદે હથિયારો પણ રાજકોટ આવી રહ્યા છે, કારખાના અને ખેતરોમાં કામ કરતા મજૂરોનો સંપર્ક કરીને હથિયાર રાખવાના શોખીનો 25 હજારથી લઈને 50 હજાર રૂપિયા સુધીનો ખર્ચ કરીને દેશી રિવોલ્વર કે પિસ્તોલ મધ્યપ્રદેશ થી મંગાવે છે અને તેને સપ્લાય કરે છે..
 
એસઓજી પીઆઇ રોહિતકુમાર રાવલના જણાવ્યા મુજબ દિવાળી થી આજ સુધીમાં એસઓજીએ ઝડપેલા મોટા ભાગના હથિયાર મઘ્યપ્રદેશ થી આવ્યાનું ખુલ્યું છે,. છેલ્લે ઝડપાયેલા 4 હથિયારોનું પગેરું બરોડા થઈને મઘ્યપ્રદેશના અલીરાજપુર સુધી ખુલ્યું છે તેમ એસઓજી પીઆઇ રાવલનું કહેવું છે, તો આ પહેલા પણ સૌરાષ્ટ્રમાં હથિયારના સપ્લાયર તરીકે મઘ્યપ્રદેશના શકશોનું નામ ખુલી ચૂક્યું છે, જોકે મુખ્ય સપ્લાયર કે હથિયારનો સોદાગર હજુ સુધી પોલીસના સકંજામાં આવ્યો નથી પરંતુ તેની કડી જરૂર પોલીસના હાથમાં આવી છે 
 
હથિયારના સોદાગરો એટલા ચાલાક અને ચબરાક છે કે તેઓ પોતે હથિયાર સપ્લાય કરવા માટે સૌરાષ્ટ્રમાં આવતા નથી પરંતુ તેના મળતિયાઓને હથિયારના શોખીનોને માલ પહોંચાડવા માટે  મોકલતા હોવાનું સામે આવ્યું છે ,એટલું જ નહિ હથિયારના સોદાગરો મજુર અને શ્રમિક કક્ષાના માણસોને પૈસાની લાલચ આપીને મોકલે છે

Related News