જેતપુરના આરબ ટીમ્બડી ગામમાં સિંહોના ધામા : પશુઓનું કર્યું મારણ

SAURASHTRA Publish Date : 22 December, 2020 05:06 AM

જેતપુરના આરબટીંબડી માં સિહ પરિવારના ધામા; પશુઓનું મારણ કરતા ફફડાટ

 

રાજકોટ જિલ્લો સિંહને ગમી ગયો લાગે છે પહેલા સરધાર અને કોટડા તરફ સિંહ પરિવાર આવી ચડ્યો હતો અને હજુ પણ રોકાયો છે ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે આવેલા આરબ ટીમ્બડી ગામમાં એક બે નહિ 10 સિંહો એ પડાવ કર્યો છે.. સિંહ ના આગમન સાથે જ પશુઓનું મરણ થવા લાગતા ખળભળાટ અને ભય સાથે ગ્રામજનોમાં ફફડાટ ફેલાવા લાગ્યો છે.. પશુઓનુ મારણ કર્યાના સમાચાર સમગ્ર જેતપુર અને રાજકોટ સુધી પહોંચતા ફોરેસ્ટ વિભાગ પણ ઘટના સ્થળે દોડી ગયું છે..જેતપુર આને આસપાસના લોકો સિંહને જોવા માટે પંથક તરફ જતા જોવા મળ્યા હતા જોકે વનવિભાગે સિંહ ની પજવણી ન કરવા અને સાવચેત રહેવા તાકીદ કરી છે...

Related News