રાજકોટ જિલ્લા પોલીસનો માનવતા ભર્યો સેવા યજ્ઞ

SAURASHTRA Publish Date : 28 April, 2021 12:26 PM

*પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્ર સારથક કરતા શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કુલદીપસિંહ ગોહિલ* 

રાજકોટ 

હાલમા કોરોના વાયરસ મહામારીનુ સંક્રમણ ખુબજ વધવા પામેલ છે જે સમયે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની  સુચનાથી શાપર વેરાવળ પોલીસ મથકના પીએસઆઈ કુલદીપસિંહ ગોહિલ અને સ્ટાફે  પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્ર સારથક કર્યું છે.હાલમા કોરોના વાયરસનુ સંક્રમણ ખુબજ વધવા પામેલ હોય જે સમયે શાપર વેરાવળ ખાતે આવેલ જયદીપ અને ત્રિશુલ ઓક્સિજન પ્લાન્ટ ખાતે દર્દીઓ માટે ઓક્સિજનના બાટલા ભરાવવા માટે આવતા દર્દીના સાગાને વેઇટીંગમા રહેવુ પડે છે જે સમયે દર્દીના સગાસંબંધીઓને વધુ તકલીફ ન પડે તે માટે  હાલના ઉનાળાના સમયે ખુબજ તડકો હોય શાપર વેરાવળ પોલીસ મથકના પી.એસ.આઇ કુલદીપસિંહ ગોહિલ અને તેમની ટીમે આ બંને ઓક્સિજન પ્લાન્ટ ખાતે મંડપ નાખી વેઇટિંગમાં રહેતા દર્દીના સગા માટે છાયડા ની વ્યવસ્થા  અને ત્યાં  એનર્જીડ્રીંક તથા પાણીનુ વીતરણ કર્યું હતું.

Related News