રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં જનતાના મુદ્દા ભુલાવી દેતા રાજનેતાઓ : ચૂંટણી ડ્રેગન ફ્રૂટ કે સાયકલ સવારી કે પછી ડાગલાઓને રસ્તા ઉપર ઉતારી જીતાશે 

BREAKING NEWS Publish Date : 16 February, 2021 10:40 PM

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં જનતાના મુદ્દા ભુલાવી દેતા રાજનેતાઓ : ચૂંટણી ડ્રેગન ફ્રૂટ કે સાયકલ સવારી કે પછી ડાગલાઓને રસ્તા ઉપર ઉતારી જીતાશે 

 

 

રાજકોટ 
 
રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં સ્થાનિક મુદાઓ અને સામાન્ય લોકોની પીડા અને પરેશાની ભુલાવી દેવામાં આવી રહી છે પ્રચારના અવનવા હથકંડા અપનાવીને રાજકીય પક્ષો અને નેતાઓ સામાન્ય લોકોનો અવાજ દબાવી દવાની કોશિશ કરી રહ્યા છે, મહાપાલિકાની ચૂંટણીમાં રસ્તા, ગટર,પાણી,વિકાસ કામોને બદલે ડાગલાથી પ્રચાર અને ડ્રેગન ફ્રૂટના નામે ચિપ પબ્લિસિટી કરી જનતાને મૂર્ખ બનવવાની તરકીબો નેતાઓ અને તેના કાર્યકરો કર\ઘી રહ્યા છે , જાણતા પૂછે છે કે શું હાથમાં ડ્રેગન ફ્રૂટ લાવીને પ્રચારમાં નીકળશું તો મત મળી જશે, શું ડાગલાઓને રસ્તામાં ઉતારીને મત માટે મતદારોને રિજ્વી શકશે કે પછી જનતાને મૂર્ખ બનવવા અને ચિપ પબ્લિસિટી માટે ચૂંટણી ઉપર નટ બજાણિયાના ખેલ કરવાના હોઈ તેમ રાજનેતાઓને પબ્લિસિટી માટે કેટલાક વિદૂષકો આવી સલાહ આપીને ચિપ પ્રચનો માહોલ જરૂર બનાવે છે, જોકે સમજદાર રાજકોટવાસીઓ મનમાં ને મનમાં વિચારે છે કે જે ચોથા સ્થંભની ફરજ છે કે જનતાને પૂછીને અને જનતાના  ઉઠાવીને લોકોની સાચી વાત નેતાઓના કાન સુધી પહોંચાડવાની ફરજ ચુકી જવામાં આવી રહી હોઈ તેવું લાગી રહ્યું છે ....મહાપાલિકાની ચૂંટણી દર પાંચ વર્ષે આવે છે અને છેલ્લા 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટી મહાપાલિકામાં સત્તા ઉપર સવાર છે , જોકે ગત ટર્મમાં કોંગ્રેસ મજબૂત વિપક્ષને શોભે એટલી બેઠકો મેળવી શકી હતી પરંતુ આ વખતે શું ? સત્તા પરિવર્તન થશે કે પછી આમ આદમી પાર્ટી કોંગ્રેસનો ખેલ બગાડી દેશે કે પછી ભાજપે જોયેલા દિવસના સત્તા મેળવવાના સ્વપ્ન ચકનાચૂર થઇ જશે આ વધુ જ 23મીએ સ્પષ્ટ થઇ જશે પરંતુ અહીં વાત ચૂંટણીના પરિણામ કરતા જનતાની છે 
 
રાજકોટ આ વખતે પહેલી વાર એવું અનુભવી રહી છે કે તેનો અવાજ દબાવી દેવામાં આવે છે.. જનતાનો અવાજ સ્પષ્ટ અને સાચી રીતે રજુ કરવાને બદલે લોકશાહીની ચોથી જાગીર પણ કોઈ અદ્રશ્ય દબાણ હેઠળ, રાજકોટને સ્વચ્છ બનવવાની રૂપાળી વાતો માત્ર નેતાઓ અને તેના ભાષણમાં સાંભળવા મળી રહી છે , જયારે હકીકતમાં ગંદુ અને ગોબરું રાજકોટ જ ચારે તરફ જોવા મળે છે એ વાસ્તવિકતા છે જેમ અલગ અલગ સ્થળે ચાલાકી થી કે ગોઠવણથી નંબર મેળવી શકાય છે તેમ સ્વચ્છતા મામલે પણ આવું જ કૈક થઇ ગયું હોવાની ચર્ચા રાજકોટના ગંદકીથી ઉભરાતા વિસ્તારના લોકો કરી રહ્યા છે ..તો વિકાસને ચૂંટણી એજન્ડામાં જ જોતા નગરજનો પૂછી રહ્યા છે કે ખરો વિકાસ તો રાજનેતાઓના ભાગીદારો અને નજીકના સગાઓનો જ થાય છે..સામાન્ય જનતાએ લોકડાઉંન ની પીડાને પુરે પુરી રીતે અનુભવી છે અને અનેક કુટુંબો માટે હજુ પણ એ બોજ માંથી ઉભારવાનું મુશ્કેલ ભર્યું લાગી રહ્યું છે ..  
 
ભૂગર્ભ ઉભારવાની પીડા ચોમાસામાં વોર્ડમાં રહેતા લોકોએ અનુભવી છે , તો ઘરમાં પાણી ઘુસી જવાથી સમાન ગુમાવનારા પણ અત્યારે ચાપડી અને ઊંધિયા કે પછી પુરી શાક કે ગાંઠિયા ખાઈને નેતાઓની વાતોમાં પોતાની મૂળભૂત સમસ્યા ભૂલી ગયા છે.. રાજનેતાઓ ખરે સમયે મદદ માટે આવે તો જ સાથે ઉભું છે એવો અહેસાસ થાય જોકે ચારે તરફ સમસ્યાઓથી ઘેરાયેલા રાજકોટને ખરેખર વિકાસ તરફ આખરે કોણ લઇ જશે એ જનતાએ નક્કી કરવાનું છે કારણ કે મહાપાલિકામાં દર વર્ષે નાગરિકોના ટેક્સ થી બનતું 2 અંદાજિત હજાર કરોડનું બજેટ આખરે ક્યાં ખર્ચ થવું જોઈએ એ નક્કી કરવાનો હક્ક રાજકોટની જનતાને જ હોવો જોઈએ 

Related News