રાજકોટનો મેયર બંગલો મેયર માટે જ અપશુકનિયાળ ? રાજ્કીય કેરિયર પુરી કરી નાખે છે એ શાનદાર બંગલો?

TOP STORIES Publish Date : 13 March, 2021 11:52 AM

રાજકોટનો મેયર બંગલો મેયર માટે અપશુકનિયાળ: રેસકોર્સ રિંગરોડ ઉપર છે આ શાનદાર બંગલો

રાજકોટ

રાજકોટમાં ૨૧માં મેયર ની વિધિવત રીતે વરણી કરી લેવામાં આવી છે....પરંતુ રાજકોટના પ્રથમ નાગરિક તેને મળવા પાત્ર મેયર બંગલાની અંદર રહેવા નહીં જાય,  કારણ કે મેયર બંગલો મેયર માટે જ અપશુકનિયાળ જ સાબિત થાય છે છેલ્લા પંદર વર્ષની અંદર જે મેયર પણ આ મેળ બંગલાની અંદર રહ્યા છે તે માટે તેમની રાજકીય કારકિર્દી પૂર્ણ થયાનું માનવામાં આવે છે મનસુખભાઈ ચાવડા થી લઈને જનકભાઈ કોટક સુધીના અને છેલ્લે આ પૈકીનાં એક મેયર બંગલામાં રહેવા નથી ગયા તેનું કારણ તેઓની અંધશ્રદ્ધા છે કે જે પણ મેયર બંગલામાં રહેવા જાય છે તેમનું રાજકીય ક્ષેત્રે પૂર્ણવિરામ આવી જાય છે,...  છેલ્લા ૨૦ વર્ષની વાત કરીએ તો ધનસુખભાઇ ભંડેરી મેયર હતા ત્યારે તેઓ પણ મેયર બંગલામાં રહેવા ગયા ન હતા તો સંધ્યાબેન વ્યાસ મેયર બગલાં રહેતા હતા અને ત્યારબાદ તેમની રાજકીય કારકિર્દી પૂર્ણ થવાનું માનવામાં આવે છે તો રક્ષાબેન બોળિયા પણ બન્યા ત્યારે  મેયર બંગલામાં રહ્યા હતા અને ત્યારબાદ તેમની રાજકીય કારકિર્દી પર પૂર્ણવિરામ લાગ્યું હતું

તો આજ રીતે ડો. જયમીન ઉપાધ્યાય પણ  બંગલામાં રહેવા ગયા ન હતા ડો.ઉપાધ્યાય જ્યોતિષમાં અને વાસ્તુમાં બહુ શ્રદ્ધા ધરાવતા એટલે તો મેયર બંગલામાં રહેવા ગયા ન હતા, બીનાબેન આચાર્ય પણ અપશુકનિયાળ મેયર બંગલામાં રહેવા જવાનું ટાળ્યું હતું, જોકે તેઓ ટિકિટ બચાવી શક્યા ન હતા, પરંતુ પ્રદેશમાં મંત્રી પદ મેળવી લીધું આમ જે જે લોકોએ મેયર બન્યા બાદ મેયર બંગલા માં રહેવાનું નક્કી કર્યું તેની રાજકીય કારકિર્દી પૂર્ણ થવાનું રાજકીય પંડિતો માને છે

Related News