આજીડેમમાંથી ગાંડીવેલ દૂર કરવાનું શરૂ કરાયું : ફેબ્રુઆરીમાં વધુ એક મશીન મુકાશે 

RAJKOT-NEWS Publish Date : 22 January, 2021 03:11 PM

આજીડેમમાંથી ગાંડીવેલ દૂર કરવાનું શરૂ કરાયું : ફેબ્રુઆરીમાં વધુ એક મશીન મુકાશે 

 

નદીમાં ઉત્પન્ન થતી ગાંડી વેલને કારણે ઉપસ્થિત થતા ઉપદ્રવના નિરાકરણ માટે આ અગાઉ રાજકોટ મહાનગરપાલિકાએ એક મશીન વસાવ્યું હતું. હવે આગામી ફેબ્રુઆરી-૨૦૨૧માં વધુ એક મશીન પ્રાપ્ત કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તેમ મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું છે 

આ અગાઉ ગાંડી વેલ દુર કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને ફાળવવામાં આવેલ આધુનિક મશીનને તા. ૦૧-૦૧-૨૦૨૧ના રોજ રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ફ્લેગ આપેલ તે અહી યાદ આપવીએ.

આજે મ્યુનિ. કમિશનરશ્રીએ બેડી પાસે અગાઉ ઉપલબ્ધ કરાયેલ મશીન દ્વારા ગાંડી વેલ દુર કરવાની કામગીરી નિહાળી હતી અને વધુ એક મશીન માટેની મંજૂરી પણ આજે આપવામાં આવેલ છે જે મશીન રાજકોટ મહાનગરપાલિકાને ફેબ્રુઆરી-૨૦૨૧માં મળી જશે.

દરમ્યાન મ્યુનિ. કમિશનરશ્રી જણાવ્યું હતું કે, ગાંડી વેલના કારણે ઉત્પન્ન થતા મચ્છર સહિતના ઉપદ્રવ દુર કરવા રાજકોટ મહાનગરપાલિકાએ આધુનિક મશીનરી વસાવવાનું શરૂ કર્યું છે. આ કામગીરી વધુ અસરકારક રીતે થાય તે માટેની આ વ્યવસ્થાને મજબુત બનાવવામાં આવી રહી છે. આગામી ફેબ્રુઆરી-૨૦૨૧ માસમાં વધુ એક મશીન પ્રાપ્ત થતા મહાનગરપાલિકા પાસે કુલ બે મશીનો ઉપલબ્ધ બનશે અને તેના સહારે કામગીરીને વેગ મળશે.

Related News