રાજકોટમાં કરુણતાની ચરમસીમા ;10 વર્ષથી એક બંધ ઓરડીમાં રહ્યા 2 ભાઈઓ અને બહેન ;સેવાભાવી સંસ્થાઓએ છોડાવ્યા 

RAJKOT-NEWS Publish Date : 27 December, 2020 06:17 PM

રાજકોટમાં કરુણતાની ચરમસીમા ;10 વર્ષથી એક બંધ ઓરડીમાં રહ્યા 2 ભાઈઓ અને બહેન ;સેવાભાવી સંસ્થાઓએ છોડાવ્યા 

 
રાજકોટ 
 
રાજકોટમાં કરુણતા અને આઘાત સાથે દયા જન્માવે તેવો કિસ્સો સામે આવ્યો છે, શહેરના માધ્યમ આવેલા કિશાનપરા ચોક ખાતે એક મકાનના બંધ ઓરડામાં 2 ભાઈ અને 1 બહેન છેલ્લા 10 વર્ષથી રહેતા હોવાનું સામે આવતા તેને સેવાભાવી સંસ્થાની મદદ વડે છોડવામાં આવ્યા છે,  બંધક જેવું જીવન જીવતા ત્રણે ભાઈ-બહેન ઉચ્ચ અભ્યાસ કરી ચૂકેલા છે, ત્રણેને છેલ્લા 10 વર્ષથી પિતા દ્વારા ઓરડી બહાર ભોજન પહોંચાડવામાં આવતું હતું 
 
કિસાનપરા ચોક શેરી નં.8માં સાથી સેવા ગ્રુપ દ્વારા અંદાજિત 10 વર્ષથી એક જ ઓરડીમાં છૂપાયેલા બે ભાઈ અને એક બહેનને બહાર કઢાયા છે. LLB બી.કોમ અને સાયકોલોજીનો અભ્યાસ કરી ચૂકેલા બે ભાઈ અને એક બહેનની માનસિક સ્થિતિ ખરાબ થઈ હતી. આથી પોતાની જાતને આશરે 10 વર્ષ સુધી એક ઓરડીમાં પુરી રાખ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, આજે સાથી સેવા ગ્રુપ દ્વારા ઓરડીનો દરવાજો તોડી ત્રણેયને બહાર કાઢ્યા હતા.
 
ત્રણેય ભાઈ-બહેનને છોડાવવા માટે સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેમની ટીમ દોડી ગઈ હતી. પિતાએ ત્રણેયને દરવાજો ખોલવા માટે આજીજી કરી પણ ખોલ્યો નહી. મકાનની ડેલી સાથી સેવા ગ્રુપના એક સભ્યએ દીવાલ ટપી ખોલી હતી. જ્યારે અંદર રૂમનો દરવાજો બંધ હોવાથી પિતાએ દરવાજો ખોલવા ઘણી આજીજી કરી હતી. પરંતુ દરવાજો ન ખોલતા આખરે સાથી સેવા ગ્રુપની ટીમે દરવાજો તોડવો પડ્યો હતો. અંદર ત્રણેય ભાઈ-બહેન અઘોરી જેવુ જીવન જીવતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. ઉલ્લેખનીય છે કે ત્રણે ની હાલત અતિશય ખરાબ હોવાનું સામે આવ્યું છે અને દ્રશ્યો જોતા જ કરુણા અને દયા ઉત્પન્ન થઇ રહી હોઈ તેવું જોવા મળ્યું હતું 
 
ત્રણે ભાઈ અને બહેન ઉપર કોઈએ મેલી વિદ્યાનો પ્રયોગ કર્યાનું પિતાએ રટણ કર્યું છે , ત્રણે ભાઈ બહેન ના પિતા નવીનભાઈ નિવૃત સરકારી કર્મચારી છે અને તેઓને પેંશનમાં 30 થી 35 હજારની રકમ મહિને મળી રહે છે જેમાં ગુજરાન ચાલે છે પિતાના જણાવ્યા મુજબ ત્રણે ભાઈ બહેન ની આવી દુર્ગતિ સમાન હાલત કોઈએ કરેલી મેલી વિદ્યાને કારણે બન્યું હોવાનું તેઓના પિતાએ રડતા રડતા જણાવ્યું હતું 
 
સેવાભાવી જલ્પાબેન અને તેની ટીમે ત્રણે ભાઈ-બહેન ને નવડાવીને નવા કપડાં પહેરાવ્યા હતા ને તેઓની માનસિક સ્થિતિ સારી બને એ માટે મદદ કરવા ની વ્યવસ્થા કરી છે.. 
 
 

Related News