રાજકોટ કોર્પોરેશનના ભાજપ-કોંગ્રેસના 60 કોર્પોરેટરો પુરી ગ્રાન્ટ પણ વાપરી ન શક્યા 

TOP STORIES Publish Date : 16 December, 2020 03:08 AM

રાજકોટ કોર્પોરેશનના ભાજપ-કોંગ્રેસના 60 કોર્પોરેટરો પુરી ગ્રાન્ટ પણ વાપરી ન શક્યા 

કોર્પોરેટરો હવે પૂર્વ થઇ ગયા ; લોકોના મુદ્દા અને પ્રશ્નો વિવાદ અને વિરોધ-વિખવાડના રાજકારણમાં ભુલાઈ ગયા 

 

Rajkot

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહયા છે, ત્યારે રાજકોટવાસીઓ એ જાણી લેવાની જરૂર છે કે તેને ચૂંટીને મહાપાલિકામાં મોકલેલા પ્રતિનિધિઓ તેના માટે કેટલું કામ કરે છે, રાજકોટના 18 વોર્ડમાંથી ચૂંટણી જીતીને કોર્પોરેટર બનેલા 72 નગરસેવકો પૈકી માત્ર 12 નગરસેવકો જ પોતાની ગ્રાન્ટનો પૂરો ઉપયોગ કરી પ્રજાકીય કર્યો કરી શક્યા છે,... બાકીના કોર્પોરેટરો માટે ચૂંટણી લડવી અને જીતી કોર્પોરેટર બની જવાનું એજ મોટી સિદ્ધિ છે, રાજકોટના મેયર બીનાબેન આચાર્યા થી લઈને ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા સુધીના ભાજપના નગરસેવક હોઈ કે પરેશ હરસોડા સુધીના કોંગ્રેસના નગરસેવક હોઈ, 60 નગરસેવકો પ્રજાના કામ માટે વાપરવાની થતી ગ્રાન્ટનો પૂરો ઉપયોગ કરવાનું ચુકી ગયા છે, જે નેતા નગરસેવક બનવા માટે પ્રજાએ વિકાસનું વચન આપે છે, તે તેઓ પ્રજાના કામ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટનો પૂરો ઉપયોગ કરતા પણ નથી આવડતું કે પછી કોર્પોરેટરો ગ્રાન્ટ વાપરતા જ નથી, એક બીજા ઉપર કામ ન કરવા દેવાના આક્ષેપ લગાવનારા રાજકોટ મહાપાલિકાના સત્તાપક્ષ અને વિપક્ષ બંનેના પૂર્વ નગરસેવકોની ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં મેયર, ડેપ્યુટી મેયર, કોંગ્રેસના નગરસેવકો સહીત 72 માંથી 60 નગરસેવકો પોતાને મળતી વિકાસ કામોની ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં નિષ્ફળ રહયા છે, જોકે વિપક્ષી નેતા વશરામ સગાંઠિયા પોતાની ગ્રાન્ટ 100 ટકા વાપરી ચુક્યા છે અને ગ્રાન્ટ ન વાપરવા માટે બંને પક્ષના પૂર્વ નગરસેવકોને દોષ આપે છે.....

 

Related News