રાજકોટ મહાપાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ : ભાજપ-આપના 72-72,કોંગ્રેસના 70 ઉમેદવાર મેદાનમાં 

TOP STORIES Publish Date : 09 February, 2021 09:09 PM

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ : ભાજપ-આપના 72-72,કોંગ્રેસના 70 ઉમેદવાર મેદાનમાં 

રાજકોટ 

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની સ્થિતિનું ચિત્ર સ્પષ્ટ થયું છે , ભારતીય જનતા પાર્ટીના 72-આમ આદમી પાર્ટીના 72 અને કોંગ્રેસના 70 ઉમેદવારો મેદાનમાં છે  જયારે અપક્ષ અને એનસીપી પણ હાજરી પુરાવવા માટે ચૂંટણી મેદાનમાં લડી રહ્યા છે ..જોકે સીધો મુકાબલો કોંગ્રેસ-ભાજપ વચ્ચે છે આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં પ્રયોગાત્મક હાજરી પુરાવી રહી છે.. આમ આદમી પાર્ટી માટે મહાપાલિકાની ચૂંટણીમાં જેટલી ડિપોઝિટ બચી જશે એટલી ઉપલબ્ધી ગણવામાં આવશે જોકે આ વખતે કોંગ્રેસ માટે છેલ્લી ઘડીના છબરડાથી સ્થિતિ અને ચિત્ર થોડુંય બદલાયું છે પરંતુ જો કોંગ્રેસના ઉમેદવારો પૂરો પ્રયત્ન કરશે તો 2015ની કટોકટી જેવી સ્થિતિ ભાજપ માટે સર્જી શકે છે આ પરિસ્થિતિ માટે મહેનત વધુ અને દિવસ ઓછા છે જનતા સુધી મુદ્દા પહોંચાડવા માટે ખુબ જ મહેનત કરવી પડી શકે છે 

Related News