રાજકોટના જયુબેલી ગાર્ડનમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા 5 શકશો ઝડપાયા:એ.ડીવીઝન પોલીસ દ્વારા કાર્યવાહી 

SAURASHTRA Publish Date : 28 December, 2020 10:35 PM

રાજકોટના જયુબેલી ગાર્ડનમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા 5 શકશો ઝડપાયા :એડીવીઝન પોલીસ દ્વારા કાર્યવાહી 

રાજકોટ 

રાજકોટના જયુબેલી ગાર્ડન પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખસોને પોલીસે પકડ્યા છે, એડીવીઝન પોલીસે કરેલી કાર્યવાહીની વિગત મુજબ શહેરના માધ્યમ આવેલા જયુબેલી ગાર્ડન પાસે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા પાંચ શખસોની ધરપકડ કરી છે, પકડાયેલા આરોપીઓમાં યાસીન મુસાની, ઇમરાન સૈયદ,કયુમ શિશાન્ગીયા, હનીફભાઇ અમદ, દિપક સારંગની ધરપકડ કરવામાં આવી છે, મુદામાલ સહીત 15650 ની રકમ સાથે પાંચે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, આ કામગીરી  એડીવીઝન ના પોલીસ ઇન્સ્પેક્ટર સીજી જોશી, સબ ઇન્સ્પેક્ટર જે એમ ભટ્ટ , ડીબી ખેર, હેડકોન્સ્ટેબલ હારૂનભાઇ ચાણીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, મૌલિકભાઈ સાવલિયા, જગદીશભાઈ વાંક, નરેશ ઝાલા, મેરૂભા ઝાલા, રામભાઈ વાંક, હરવિજયસિંહ,  હોમગાર્ડના ચંદ્રેશભાઇ તેરૈયા દ્વારા કામગીરી કરવામાં આવી છે 

Related News