દોઢ વર્ષના હર્ષને ઓડી કાર ચાલકે કચડી નાખ્યો : આરોપીને કલાકોમાં મળી ગયા જામીન

RAJKOT-NEWS Publish Date : 29 December, 2020 08:30 PM

દોઢ વર્ષના હર્ષને ઓડી કાર ચાલકે કચડી નાખ્યો : આરોપીને કલાકોમાં મળી ગયા જામીન

રાજકોટ

રાજકોટમાં દર્દનાક અને ભયાનક કહી શકાય તેવી ઘટના ઘટી છે , શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા શાકભાજીના વાડાની શેરીમાં સોમવારે બપોરે અંદાજિત 2 વાગ્યાના સુમારે કાળા કલરની ઓડી કારના ચાલકે દોઢ વર્ષના બાળકને કચડી નાખતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે, દોઢ વર્ષના બાળકનું નામ હર્ષ હોવાનું અને તે શાકભાજી વેંચતા પોતાના નાનીને ત્યાં આવ્યો હતો, હર્ષના નાનીનું કહેવું છે કે કાર ચાલાક ની બેદરકારી થી તેના પરિવારના માસુમ નું અકાળે જ મૃત્યુ નીપજ્યું છે, શહેરના ભક્તિનગર સર્કલ પાસે એક કાર અચાનક બપોરે આવીને ઉભી હતી, ખૂણા ઉપર ઉભેલી કારના ચાલકે થોડા સમય માટે તેને કાર અટકાવી હતી જૉ કે આ દરમિયાન કાર ચાલુ હતું ત્યારે જ પાસે શાકભાજી વેંચતા શાકબાજીના ધંધાર્થીનાં દોઢ વર્ષના માસુમ બાળક રમતો રમતો કાળા કલરની ઓડી કારના પહેલા વહીલ પાસે આવીને રમવા લાગે છે ત્યારે જ કાર ચાલાક કારને હંકારી મૂકે છે કારની નીચે ચગદાઈને દોઢ વર્ષનો માસુમ મોતને ભેંટે છે કાર નીચે ચાકડાયેલા બાળકની કિકિયારી સાંભળીને તેના સગાઓ દોડી આવે છે અને કાર ચાલકને રોકવા માટે દોડી જાય છે જોકે કાર ચાલાક યસ બગડાઈ ભાગી છૂટે છે, સમગ્ર મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલાક ની ધરપકડ કરવામાં આવી છે જોકે તેની સામે જામીન  લાયક ગુન્હો હોવાથી તેને 12 કલાકમાં જ જમીન મળી જાય છે.. કાર ચાલાક સામે શાકભાજી ના વિક્રેતા અને તેના પરિજનો ભારે ફિટકાર વરસાવી રહયા છે, પોલીસે કાર ચાલકનું લાઇસન્સ રદ્દ કરવા માટે કાર્યવાહી કરી છે.. જોકે આ અકસ્માતમાં મોતને ભેટ ચડેલા માસુમ આતિશય ગરીબ અને કોઈ જ જાતિની પહોંચ કે લાગવગ કે ભલામણ વાળા ન હોવાથી તેઓએ માત્રને માત્ર ગુમાવવાનું જ આવ્યું છે માસુમ બાળકના મોતને લઈને તેના પરિજનોના સિસકારા આજે ઘટના સ્થળે પસાર થતા તમામ ને સંભળાઈ રહ્યા છે અને તેઓ આ ઘટનામાં ન્યાયની માંગણી કરી રહ્યા છે.. 

 

 

Related News