શિવશક્તિ ઓટોની ઓફિસમાં જુગાર રમતા 4 ઈસમો ઝડપાયા 

RAJKOT-NEWS Publish Date : 28 December, 2020 09:46 PM

શિવશક્તિ ઓટોની ઓફિસમાં જુગાર રમતા 4 ઈસમો ઝડપાયા 

રાજકોટ 

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલા પુનિતના ટાંકા પાસે શિવ શક્તિ ઓટોની ઓફિસમાં જુગાર રમતા 4 શખસોની પોલીસે ધરપકડ કરી છે. અલગ અલગ કલરના ટોકન દ્વારા જુગાર રમવામાં આવી રહ્યાનું સામે આવ્યું છે, ઝડપાયેલા ચારે શકશોમાં બાબુભાઇ સાગઠીયા, ચેતનભાઈ પટેલ, હિતેષભાઇ સોલંકી, રાજેન્દ્રસિંહ જાડેજાની પોલીસે ધરપકડ કરી છે ,પોલીસે 31 200 રૂપિયા રોકડા અને અલગ અલગ કલરના ટોકન તેમજ ગંજીપાના કબ્જે કર્યા છે

Related News