રાજકોટવાસીઓને કરુણા ફેલાવવા માટે જીવદયા પ્રેમીઓની અપીલ 

SAURASHTRA Publish Date : 05 February, 2021 03:10 PM

રાજકોટવાસીઓને કરુણા ફેલાવવા માટે જીવદયા પ્રેમીઓની અપીલ 

Rajkot

ગત વર્ષે કોરોના બીમારી આવ્યા પછી લોકડાઉન અને મંદી જેવા કારણોને લઈને પક્ષીઓને જીવદયા પ્રેમીઓ, આબાલ વૃધ્ધ, સદગૃહસ્થો જે ચણ નાંખતા તેની સંખ્યા ખૂબ ઓછી થઈ ગઈ છે. સામે એવું જોવા મળ્યું છે કે, પક્ષીઓ ખૂબ મોટી સંખ્યામાં શહેરી વિસ્તારમાં જોવા મળતા હોય તેમને પુરતી માત્રામાં ચણ મળતું નથી. તેઓ ભુખ્યા રહે છે. જીવદયા પ્રેમી જનતાને પોતાના ઘર, જાહેર ચબૂતરાઓ તથા અન્ય શકય હોય તે જગ્યાએ યથાશકિત ચણ નાંખી, પાણી પીવાના કુંડા રાખી અબોલ પક્ષીઓને અન્નદાન કરાવવાનું અને તરસ છીપાવવાનું પુણ્ય મેળવવા એનીમલ હેલ્પલાઈનના મિતલ ખેતાણી, પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલે અપીલ કરી છે. 

''પંછી પાની પીને સે ઘટે ના સરીતા નીર

ધર્મ કીયે ધન ના ઘટે, સહાય કરે રઘુવીર''

Related News