સાવધાન રહેજો ; રાજકોટમાં પતંગની દોરીથી ગળું કપાતા યુવાનનું મોત થયું 

SAURASHTRA Publish Date : 28 December, 2020 04:00 PM

સાવધાન રહેજો ; રાજકોટમાં પતંગની દોરીથી ગળું કપાતા યુવાનનું મોત થયું 

રાજકોટ 

રાજકોટમાં ઉતરાયણ પહેલા જ પતંગની દોરીએ એક પરિવારનો જીવનદીપ બુજાવી નાખ્યો છે , એટલું જ નહિ યુવાનના મોતને પગલે 8 બાળકી અનાથ થઇ છે અને એક યુવાને જીવ ગુમાવ્યો છે, ઘટના રાજકોટના મવડી પ્લોટ ખાતે રહેતા વિપુલભાઈ બકરાણીયા નામના સુથાર યુવાન સાથે ઘટી છે, યુવાન નાના મવા અજમેરા શાસ્ત્રીનગર ખાતે થી પસાર થયો હતો ત્યારે તેનું પતંગની દોરીથી ગળું કપાયું તું , ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ  સામે આવ્યા છે, ગોપલપાર્કમાં રહેતા વિપુલભાઈ એક્ટિવામાં જતા હતા ત્યારે ગાળામાં દોરી ફસાઈ ગઈ હતી અને ગળું કપાઈ જતા તેને હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જોકે તેઓનો જીવ બચાવી શકાયો ન હતો   

Related News