રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ 25મીએ રાજકોટમાં ટૂંકું રોકાણ કરશે : ખાસ હેલિકોપ્ટર થી દીવ જશે 

RAJKOT-NEWS Publish Date : 22 December, 2020 05:10 AM

રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ 25મીએ રાજકોટમાં ટૂંકું રોકાણ કરશે : ખાસ હેલિકોપ્ટર થી દીવ જશે 

 

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ નાતાલની ઉજવણી માટે કેન્દ્ર શાષિત પ્રદેશ દીવ ખાતે જવાના છે અને દિલ્હીથી તેઓ રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને રાજકોટ ખાતે 12 મિનિટનું ટૂંકું રોકાણ કરશે, એરપોર્ટ ઉપર તેઓનું પ્રોટોકોલ મુજબ સ્વાગત કરવામાં આવશે, રાષ્ટ્રપતિને મળનારા તમામનું 24મીએ કોરોના ટેસ્ટિંગ ફરજીયાત કરવામાં આવશે તેમજ તેઓના બ્રેકફાસ્ટ માટે એરઇન્ડિયાને વ્યવસ્થા જોવા માટે જણાવ્યું છે, રાષ્ટ્રપતિના આગમનને પગલે એરપોર્ટ ઉપર તેઓનું સ્વાગત જિલ્લા કલેક્ટર, સાંસદ સહિતના લોકો ઉપસ્થિત રહીને આવકારશે રાષ્ટ્રપતિના દીવ ગમન માટે ખાસ ત્રણ ચોપર હેલિકોપ્ટર ઉપલબ્ધ રહેશે એટલું જ નહિ 28 મીએ પણ રાષ્ટ્રપતિ રાજકોટ ખાતે ટૂંકું રોકાણ કરે તેવી વ્યવસ્થા જોવામાં આવી રહી છે 

Related News