1 જાન્યુઆરીએ આમ્રપાલી અન્ડરબ્રિજને પીએમ ના હસ્તે ખુલ્લો મુકવામાં આવી શકે છે : બ્રિજ સંપૂર્ણ તૈયાર 

TOP STORIES Publish Date : 24 December, 2020 05:51 PM

1 જાન્યુઆરીએ આમ્રપાલી અન્ડરબ્રિજને પીએમ ના હસ્તે ખુલ્લો મુકવામાં આવી શકે છે : બ્રિજ સંપૂર્ણ તૈયાર 

રાજકોટ 
 
રાજકોટવાસીઓ માટે સૌથી મહત્વના ગણાતા અને છેલ્લા એક દાયકાથી આમથી તેમ ફંગોળાયા બાદ આખરે આમ્રપાલી અંડરબ્રિજ નું કામકાજ પૂર્ણ થયું છે અને 1 જાન્યુઆરીના રોજ પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ડીજીટલી લોકાર્પણ કરવામાં આવી શકે છે , આમ્રપાલી અંડરબ્રિજ રેકોર્ડબ્રેક સમયમાં પૂર્ણ કરવામાં આવ્યો છે પહેલા આ બ્રિજ માર્ચ મહિના સુધીમાં પૂર્ણ થવાનો હતો પરંતુ લોકડાઉંન દરમિયાન તંત્રે ઝડપ લાવીને આ અંડરબ્રિજ ને પૂર્ણ કરી લેવામાં આવ્યો છે અને હવે આ બ્રિજ સામાન્ય લોકો માટે નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં ખુલ્લો મૂકી દેવામાં આવશે ઉલ્લેખનીય છે કે આજે મ્યુ કમિશનર સહિતના દ્વારા સાઈટ વિઝીટ કરવામાં આવી હતી જોકે બ્રિજના લોકાર્પણ થી રૈયા રોડ તરફ જતા ટ્રાફિકને સુવિધા મળશે પરંતુ અહીં ચોમાસામાં પાણી ભરવાની સંભાવનાઓ રહેલી હોવાનું લોકો ચર્ચી રહયા છે બ્રિજ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું કે ટ્રાફિકની સમસ્યાનો ક્રમશઃ ઉકેલ આવે તે માટે શહેરના રૈયા રોડ પર આમ્રપાલી ફાટક પર અન્ડરબ્રીજ બનાવવાની કામગીરી રેલ્વે દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેની કામગીરી પૂર્ણ થવાની તૈયારીએ છે. આગામી જાન્યુઆરી-૨૦૨૧માં કામગીરી પૂર્ણ થયે આ અન્ડરબ્રીજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે,....મ્યુનિ. કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આમ્રપાલી અન્ડરબ્રીજમાં પાણીના નિકાલની તેમજ અન્ય પાણી બ્રિજમાં ન આવે તેવી વ્યવસ્થા રેલ્વે દ્વારા કરવામાં આવી છે. સમયસર કામગીરી પૂર્ણ કરી શહેરીજનો માટે આગામી જાન્યુઆરી-૨૦૨૧માં ખુલ્લો મુકવામાં આવશે. આ બ્રિજ બનવાથી ટ્રાફિક સમસ્યામાં નોંધપત્ર ધટાડો જોવા મળશે. 

આજે સવારે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે બ્રિજની મુલાકાત લીધી હતી જેમાં તેમની સાથે નાયબ મ્યુનિ. કમિશનરશ્રી ચેતન નંદાણી, રેલ્વેના સિની. ડીવીઝનલ ઓફિસરશ્રી રાજકુમાર, એડી. સિટી. એન્જી. શ્રી કોટકભાઈ, રોશની શાખાના ઇન્ચા. સિટી એન્જી. શ્રી જીવાણીભાઈ તેમજ એજન્સીના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.  

આ અન્ડરબ્રીજમાં બંને બાજુ ૪.૫ મીટર સર્વિસ રોડ, ૬.૬૦ મીટરનો બંને બાજુ બોક્સની અંદર કેરેજ-વે, ૬.૭૫ મીટરનો બોક્સની બહાર બોક્સને જોડતો કેરેજ-વે તેમજ વૈશાલીનગર-૧ (શાક માર્કેટ તરફ) થી ચુડાસમા મેઈન રોડ(એરપોર્ટ રોડ) તરફ બ્રિજની ઉપરથી જવા માટેની સુવિધા, કિશાનપરા (RMC સોસાયટી) તરફથી શ્રેયસ સોસાયટી (રેસકોર્ષ) તરફ બ્રિજની ઉપરથી જવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

Related News