સૌરાષ્ટ્રનું પહેલું અનોખું મંદિર જ્યા સેન્સર દ્વારા ભાવિકો કરે છે ઘંટારવ : કોરોના નિયમો વચ્ચે સેન્સર વાળા ઘંટની કમાલ 

TOP STORIES Publish Date : 15 January, 2021 03:54 PM

સૌરાષ્ટ્રનું પહેલું અનોખું મંદિર જ્યા સેન્સર દ્વારા ભાવિકો કરે છે ઘંટારવ : કોરોના નિયમો વચ્ચે સેન્સર વાળા ઘંટની કમાલ 

 

રાજકોટ 

કોરોના કાળમાં મંદિરોને તો ખોલવાની મંજૂરી મળી છે જોકે ખાસ નિયમો હેઠળ મંદિરોમાં ભાવિકોને પ્રવેશ મળે છે ..મંદિરમાં ભાવિકો દર્શનતો કરી શકે છે પરંતુ ઘંટ નથી વગાડી શકતા... કારણ કે મંદિરમાં રાખવામાં આવેલા ઘંટને સ્પર્શ થવાથી કોરોના નો ચેપ લાગવાનો ભય રહે છે .. જોકે ઘંટારવ વગર ભાવિકોનું મન ભગવાન દર્શન કરતા સમયે કચવાટ અનુભવતું હોઈ છે કારણ કે હિન્દૂ ધર્મની પરંપરા મુજબ મંદિરમાં પ્રવેશ સાથે ભગવાન પ્રત્યે આસ્થા દર્શાવવા અને ભગવાન સમક્ષ પોતાની હાજરી પૂર્વા માટે ઘંટારવ કરવામાં આવે છે ..કોરોનાકાળમાં આ અત્યાર સુધી શક્ય ન હતું જોકે રાજકોટમાં આવેલા વિશ્વકર્મા દાદાના મંદિરમાં હવે ભાવિકો ભગવાનના દર્શન પણ કરે છે અને ઘંટારવ પણ કરે છે કારણ કે અહીં મુકવામાં આવ્યો છે ખાસ સેન્સર ધરાવતો ઘંટ.... વિશ્વકર્મા દાદાના મંદિરમાં અહીંના ટ્રસ્ટીગણ અને ભાવિકોની સહમતી થી ગુર્જ્જર સુથાર જ્ઞાતિના જ બે યુવકોએ સેન્સર દ્વારા વાગતો ઘંટ બનાવીને મંદિરમાં મુક્યો છે જેથી ભાવિકો પોતાનો હાથ ઘંટને  અડાવ્યા વગર જ ઘંટ વગાડી શકે છે ... મંદિરમાં છેલ્લા એક મહિનાથી ભાવિકો નિયમિત આવે છે અને દર્શન કરતા પહેલા સેન્સર ઉપર હાથ મૂકે છે અને ઘંટારવ કરી ને મંદિરમાં પ્રવેશ કરી ભગવાન વિશ્વકર્મા દાંડિયાના દર્શન કરે છે... મંદિરના ટ્રસ્ટી રસિકભાઈ ભાદરકીયા જણાવે છે કે તેઓની જ જ્ઞાતિના બે યુવાનોહરિકૃષ્ણભાઈ અને આશીષભાઈએ એક સપ્તાહની મહેનત કરીને આ સેન્સર ધરાવતો અનોખો ઘંટ મંદિરમાં ફિટ કર્યો કે મંદિરમાં ઘંટ ફિટ કરવામાં આવ્યાને એક મહિનો થયો છે અહીં કોરોના નિયમોનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે અને મંદિરમાં ભાવિકોની આસ્થા પણ જળવાઈ રહી છે જે આજે રાજકોટમાં ટોક ઓફ ઘી ટાઉન બન્યું છે

Related News