રાજકોટથી ટુરિઝમની 4 ટ્રેઈન શરૂ થશે : ફેબ્રુઆરી મહિનામાં સહેલાણીઓ માટે ખાસ વ્યવસ્થા 

GUJARAT Publish Date : 16 December, 2020 10:41 AM

રાજકોટથી ટુરિઝમની 4 ટ્રેઈન શરૂ થશે : ફેબ્રુઆરી મહિનામાં સહેલાણીઓ માટે ખાસ વ્યવસ્થા 

રાજકોટ 

Mayuri soni

રાજકોટના સહેલાણીઓ માટે રેલવે દ્વારા આગામી ઉનાળુ વેકેશન માટે ખાસ ટુરિસ્ટ  કરવામાં આવી રહી છે, રાજકોટથી ચાર અલગ અલગ ટ્રેઈન આગામી ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં શરૂ થવાની છે જે અંગે માહિતી આપવા માટે આઈઆરસીટીસી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી 

રાજકોટમાંથી અલગ અલગ 4 ટુરિજમ ટ્રેન આગામી દિવસોમાં શરૂ થશે,.. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં અલગ અલગ 4 ટ્રેન પ્રવાસીઓ માટે ઉપડશે..ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ટુરિસ્ટો ફરવા માટે જઇ શકશેદક્ષિણ દર્શન માટે પિલગ્રીમ વિશેષ ટ્રેન,નનામી ગંગે પીલગ્રીમ વિશેષ ટ્રેન ,દક્ષિણ અને ઉત્તર ભારતના પ્રવાસીઓ માટે ભારત દર્શન ટ્રેન ફેબ્રુઆરીમાં અને માર્ચમાં રાજકોટ થી ઉપડશે, સામાન્ય નાગરિકો યાત્રા કરી શકે તે માટે રેલવે દ્વારા વિશેષ ટ્રેન ઉપડશે.

 અમિત ઉપાધ્યાયે જણાવ્યું હતું કે  બધી ટ્રેનો માં કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને, મુસાફરી શરૂ કરતા પહેલા તમામ મુસાફરોની સલામતી. માટે થર્મલ સ્ક્રિનીંગ કરવામાં આવશે. મુસાફરોને કોરોના સુરક્ષાની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. ટ્રેનના કોચ અને મુસાફરોના સામાનને સેનેટાઈઝ કરવામાં આવશે. જો કોઈ મુસાફર અસ્વસ્થ હોય તો એક અલગ કોચની પણ વ્યવસ્થા કરવામાં આવશે

ટ્રેન મુસાફરી, ભોજન (નાસ્તો, બપોરના ભોજન અને રાત્રિભોજન), માર્ગ પરિવહન માટેની બસની વ્યવસ્થા, ધર્મશાલા આવાસ અને ટૂર એસ્કોર્ટ, કોચ સુરક્ષા ગાર્ડની સુવિધા, સફાઈ કામદારોની સુરક્ષા અને અનાઉન્સમેન્ટ ની સુવિધા ઉપલબ્ધ રહેશે. 
www.irctctourism.com પર તેની માહિતી અને ટિકિટ ઓનલાઇન બુકિંગ સુવિધા ઉપલબ્ધ છે અને મુસાફરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ઓફિસ અને અધિકૃત એજન્ટો પાસેથી પણ મેળવી શકાશે  

Related News