હનીટ્રેપ ; નવી આઈટમ આવી છે મળવું છે ? અને મોરબીનો યુવાન ફસાઈ ગયો 

RAJKOT-NEWS Publish Date : 15 December, 2020 03:16 AM

હનીટ્રેપ ; નવી આઈટમ આવી છે મળવું છે ? અને મોરબીનો યુવાન ફસાઈ ગયો 

 
રાજકોટ 
હેલો.... રાજકોટમાં નવી આઈટમ આવી છે ,..... મળવું છે તો તો જણાવો....... રાજકોટની હનીએ કરેલા ફોનથી ગલગલીયા શરૂ થતા જ મોરબીનો યુવાન અંજાઈ ગયો અને નવી આઇટમની મળવાના ઓરતા લઈને રાજકોટ આવવા માટે ગોઠવણ કરવા લાગ્યો,.... મોરબીના યુવાન દીપકે રાજકોટની યુવતીનો સંગાથ માણવા માટે ફૂલ તૈયારી સાથે કાર મોરબીથી લઈને નીકળી ગયો અને રાજકોટમાં આવતા જ ફસાઈ ગયો,..... આવું એક વખત નહિ અનેક વખત બન્યું છે જયારે જયારે કોઈ અજાણયા ફોન માંથી સુંવાળો અવાજ આવે અને એ અવાજમાં ખોવાઈને ઉદ્યોગકારો અને યુવાનો સીધા જ શિકાર બની જાય છે સુ છે આખો હની ટ્રેપનો મામલો વાંચો આ રિપોર્ટમાં 
 
રાજકોટ પોલીસે હનીટ્રેપ મામલે વધુ ત્રણ શખસોની ધરપકડ કરી છે , હનીટ્રેપ મામલે પોલીસે મહિલા આરોપીની શોધખોળ શરૂ કરી છે , જૂનાગઢ જિલ્લાના મેંદરડાઆ વાતની અને હાલમાં મોરબી ખાતે આવેલી મધુવન સોસાયટીમાં રહેતા તેમજ કન્ટેનર નું કામ કરતા દિપક સંજયભાઈ ગાજીપરા નામના 21 વર્ષના યુવાનએ રાજકોટના  મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ભગવતીપરા ના વિજય ઉર્ફે ઉર્ફે નાગાજણ ગરચર, વાણિયાવાડીના ગુણવંત રાજુ મકવાણા, તેની પત્ની દિવ્યા ઉર્ફે કાજલ મકવાણા અને ભગવતીપરાના અશોક કોળીના નામ આપ્યા હતા. આ ટોળકી યુવતીનો સંગાથ અપાવી દેવાના નામે યુવાનોને ફસાવીને તેની પાસેથી પૈસા પડાવતી હોવાનું સામે આવ્યું છે , હાલ આ મામલે પોલીસે દિપક ગાજીપરાની ફરિયાદ પરથી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે દીપકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેના એક મિત્ર મારફત કાજલ નામની યુવતીનો મોબાઇલ નંબર આવ્યો હતો, તે નંબર પર ફોન કરતા કાજલે એક નાઇટ માટે છોકરીના રૂ.10 હજાર કહ્યા હતા અને કાજલે વીડિયો કોલ પર વાતચીત કર્યા બાદ છોકરીના ફોટા પણ મોકલ્યા હતા, અને છોકરી બેડી ગામ નજીકથી મળશે તેવી વાત કરી હતી...નક્કી થયા મુજબ તા.12ને શનિવારે બપોરે 2.30 વાગ્યે દીપક અને તેનો મિત્ર શૈલેષ હેમુભાઇ ગોરિયા મોરબીથી કારમાં રવાના થયા હતા અને ચાર વાગ્યે મોરબી રોડ જકાતનાકા પાસે પહોંચતા ત્યાં કાજલ ઉર્ફે દિવ્યા નામની યુવતી ઊભી હતી અને તેણે કારમાં બેસતાની સાથે જ દીપક પાસેથી રૂ.10 હજાર રૂપિયા લઇ લીધા હતા, અને કાર બેડી નજીક હડમતિયા જતા રસ્તા પર લઇ ગયા હતા, ત્યાં દિવ્ય ઉર્ફે કાજલનો પતિ પતિ ગુણવંત સહિત અન્ય બે શખ્સ પણ હાજર હતા. દિવ્યા સહિત ચાર શખ્સે મોરબીથી આવેલા બે શખ્સોને માર મારી બે લાખની માગણી કરી હતી. બાદમાં બંને મિત્રો પાસે રહેલા 26500 રૂપિયા પડાવી લીધા હતા. 
 
આરોપીઓ સામે અપહરણ એ ગોંધી રાખવાનો પણ ગુન્હો દાખલ કરાયો છે , આરોપીઓએ એક મિત્રને ગોંધી રાખીને બીજા ને પૈસા લેવા માટે મોકલ્યો હતો, સમગ્ર મામલે હજુ મહિલા આરોપી પોલીસની પકડથી દૂર છે ,મોટા ભાગે હનીટ્રેપમાં એવા લોકોને જ શિકાર બનવામાં આવી રહ્યા છે જેઓ રાજકોટની બહારના છે અથવા તો મોરબી તરફના છે જેઓ આસાનીથી ફસાઈ જતા હોઈ છે 

 

 

Related News