રાજકોટમાં 25.5 કરોડના ખર્ચે બનેલા આમ્રપાલિ અન્ડર બ્રિજમાં વગર વરસાદે પાણી ભરાયા

GUJARAT Publish Date : 26 January, 2021 11:31 AM


રાજકોટવાસીઓને જે આશંકા હતીએ આશંકા હવે સાચી પડી છે.. જોકે આમ્રપાલી અન્ડર બ્રિજમા આશંકા ચોમાસા પહેલા જ સાચી ઠરી છે.... વરસાદમાં અન્ડર બ્રિજમા પાણી ભરાવાની ઘટના સ્વાભાવિક માનવામાં આવે છે.. જોકે આમ્રપાલી અન્ડર બ્રિજમાં વગર વરસાદે શિયાળામાં બની છે.... અને સવારે પાણી ભરવા લાગતા લોકોને પણ આશ્ચર્ય થયું હતું....

રાજકોટમાં 21 જાન્યુઆરી એ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલા આમ્રપાલી અંડરબ્રિજમા અન્ડર બ્રિજમાં ભર શિયાળે પાણી ભરાયા છે....આમ્રપાલી અન્ડર બ્રિજ અંદાજીત 25.53 કરોડ રૂપિયા ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો... વગર વરસાદે પાણી ભરવાની ઘટના ને પગલે તેમાંથી પસાર થતા લોકોને પણ આશ્ચર્ય સર્જ્યું હતું...તો વાહન ચાલકોએ બ્રિજની અંદર ભરાયેલા પાણી થી પોતાના વાહનો પણ ધોયા હતા... 

Related News