કોરોના વોરિયર્સ કલાકારોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો

GUJARAT Publish Date : 25 February, 2021 04:57 PM

● *ક્લાવૃંદ-ગુજરાત અને શ્રી શકિત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના વોરિયર્સ કલાકરોનો સન્માન કાર્યક્રમ યોજાયો.* 

● *સરગમ કલબના ગુણવંતભાઈ ડેલાવાળા, ડો. અમિત હપાણી, હિરેન જોશી, નિલેશ દોશી અને જયપાલસિંહ ઝાલાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું.*

● *કોરોના વોરિયર્સએ સંકટનો મુકાબલો કરી, આગળ વધવાનો દ્રઢ સંકલ્પ કરવાનો નીર્ધાર કર્યો છે, તેવો લોકોનું પ્રોત્સાહન આપવાનો અમારો સ્તુત્ય પ્રયાસ છે:- હિરેન જોશી*

કલાવૃંદ -ગુજરાત તેમજ શ્રી શક્તિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને સુર સફર ઈવેન્ટ દ્વારા કોરોના કાળમાં સંક્રમિત થયેલા કલાકારો જેમણે પોતાની કલાના માધ્યમ થી કોરોના મહામારીને માત આપી સ્વસ્થ થયા હતા. તેવા રાજકોટના કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આ યુદ્ધમાં જેવો પોતાની જિંદગી ગુમાવી છે તેવા કલા ઉપાસક દિવંગતો કલાકારોના પરિવારને પણ સન્માનિત કરવામાં આવ્યું હતું. સાથે કોરોનાના લોકડાઉન સમયમાં જેવો પોતાના જીવને જોખમમાં નાખી પોતાની ચિંતા નહીં પણ બીજાની ચિંતા કરી લોકડાઉન દરમ્યાન જીવન જરૂરી ચીજવસ્તુઓ, દવાઓ, આરોગ્ય સારવાર સહિતની નિઃશુલ્ક સેવાઓ આપનાર સમાજના મૂક સમાજ સેવકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે કલાવૃંદ ગુજરાતના સંસ્થાપકશ્રી હિરેનભાઈ જોશી અને શ્રી શકિત ટ્રસ્ટના પ્રમુખશ્રી જયપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, કોરોના વોરિયર્સએ સંકટનો મુકાબલો કરી, આગળ વધવાનો દ્રઢ સંકલ્પ કરવાનો નિર્ધાર કર્યો છે. તેવા લોકોનું પ્રોત્સાહન આપવાનો અમારો સ્તુત્ય પ્રયાસ છે. તેમ અંત જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટના જાણીતા અગ્રણીશ્રી સરગમ કલબના પ્રમુખશ્રી ગુણવંતભાઈ ડેલાવાળા, ડો.અમિતભાઈ હાપાણી, ડો.અજયભાઈ મહેતા, કેપ્ટન જયદેવ જોશી, કલાવૃંદના માર્ગદર્શકશ્રી નિલેશભાઈ દોશી, એડવોકેટ અતુલભાઈ સંઘવી, સમાજ શ્રેષ્ઠી કલાપી ભગત સહીત ઉપસ્થિત રહ્યા હતા. આ તમામનું પોતાની વિશેષ સેવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.  સુરસફર ઈવેન્ટ દ્વારા શામ સુહાની કરાઓકે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સૌ કલાકારો અને શ્રેષ્ઠીઓ, ઉપસ્થિત આમંત્રિતોએ મનભરી ગીત, સંગીતનો આનંદ ઉઠાવ્યો હતો. 

■ *શ્રી શક્તિ એજ્યુ.એન્ડ ચેરી.ટ્રસ્ટ- રાજકોટ*

Related News