રાજકોટમાં ઉત્તરાયણમાં પતંગ ઉડાવી થાકેલા રાજકોટીયનોએ લીધા ગરબા;ક્યાંક ફૂટયા ફટાકડા 

GUJARAT Publish Date : 14 January, 2021 06:46 PM

રાજકોટમાં ઉત્તરાયણમાં પતંગ ઉડાવી થાકેલા રાજકોટીયનોએ લીધા ગરબા;ક્યાંક ફૂટયા ફટાકડા 

 

રાજકોટ 

રાજકોટમાં ઉતરાયણ નું પર્વ એટલે પતંગ ઉડાવવા.ગીતો વગાડવા અને ગરબા લેવા સાથે ફટાકડા ફોડવા માટે પણ સમગ્ર ગુજરાતમાં વખણાઈ છે અને સાંજ પડે એટલે ગરબા ન લેવાઈ તો રાજકોટની ઉતરાયણ ન કહેવાય .. આ વર્ષે ડીજે વગર જ સુની સુની ઉતરાયણ રહી છે જોકે ડીજે ની ખોટ મોબાઈલ એ પુરી કરી નાખી છે અને આગાસી ઉપર મોબાઈલ માં ગીતો વગાડીને  ઉત્તરાયણનો તહેવાર ઉજવ્યો હતો ગરબા સાથે ફટાકડા ન હોઈ તો કેમ ચાલે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી ઉપર સાચવી ને રાખેલા ફટાકડાને ઉત્તરાયણમાં ફોડવાની પરંપરા ને આગળ વધારી છે 

રાજકોટના રેલનગરમાં ગરબાના તાલે રાજકોટવાસીઓ પરિવાર સાથે જુમી ઉઠ્યાં હતા તો પતંગ ઉતાર્યા બાદ આકાશમાં અવનવા ફટાકડા ફોડીને ઉતરાયણ ની મોજ માણી હતી આમ રાજકોટવાસીઓની ઉતરાયણ છેલ્લે છેલ્લે ધમાકેદાર બની છે અને મોજ માણીને સૌકોઇએ ધાબે ઊંધિયા અને જિંજરા શેરડીની જફાયટ ઉડાવી હતી 

Related News