કોરોના અને રાત્રી કરફ્યુ સિનેમાગૃહો માટે વિલન બન્યા

ENTERTAINMENT Publish Date : 01 February, 2021 11:53 AM

 

એન્ટરટેનમેન્ટ ને લઈને ખુબ મોટી જાહેરાત કેન્દ્ર સરકાર તરફ કરવામાં આવી છે કે હવે પછી ૧લી ફેબ્રુઆરી થી સિંગલ વિન્ડો થિયેટર અને મલ્ટીપ્લેક્સ ને ૧૦૦ % કેપેસીટી સાથે ખોલી શકાશે જેને લઈને લોકોએ ખુશી વ્યક્ત કરી છે આ સાથે મલ્ટીપ્લેક્સ સંચાલકો અને માલિકોએ સરકાર ના નિર્ણય ને આવકાર્યો. ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોસિઅશનના વાઇસ પ્રેસિડેન્ટ અને કોસ્મોપ્લેક્સ મલ્ટીપ્લેક્સ ના માલિક અજય બગડાઈએ જણાવ્યું કે ખુબ લાંબા સમય બાદ ખુશી ના સમાચાર સામે આવ્યા છે ત્યારે એસોસિઅશને આને લઈને અનેકવાર કેન્દ્ર અને રાજ્ય સરકાર ને માંગણી કરી છે કે વહેલી તકે થિયેટર અને મલ્ટીપ્લેક્સ ખોલી દેવામાં આવે કારણ કે લોકડાઉનમાં મલ્ટીપ્લેક્સ અને થિયેટર ને 700 કરોડ જેટલું નુકસાન થયું છે આ સાથે રાજકોટ મલ્ટીપ્લેક્સ અને થિયેટરને 30 કરોડ થી વધુ નુકસાન થયાં છે. સરકાર વીજળી અને ટેક્ષમાં રાહત આપે તેવી માંગણી સરકાર પાસે કરવાનાં આવી છે. આ સાથે વિશેષમાં સરકાર મલ્ટીપ્લેક્સ અને થિયેટર રાહત પેકેજ જાહેર કરે જેથી આ ક્ષેત્ર ફરી ગતિમાન થઇ શકે. સરકાર તરફ થી મળેલ ગઇડલાઇનનું પાલન કરશું. આના થી ફરી અર્થતંત્ર વેગવનતું બનશે. વેબસિરીઝ થી મલ્ટીપ્લેક્સ અને થિયેટર ક્લચર ને કોઈ ફેર નહી પડે તેવું તેમનું માનવું છે.તેમ અજયભાઈ બગડાઈ નું કહેવું છે..

Related News