રાજકોટ તાલુકા પોલીસે દેશી તમંચા સાથે "ભાણા"ની કરી ધરપકડ 

BREAKING NEWS Publish Date : 23 December, 2020 04:47 AM

રાજકોટ તાલુકા પોલીસે દેશી તમંચા સાથે "ભાણા"ની કરી ધરપકડ 

 

રાજકોટ 

રાજકોટમાં કમરે ફટકડી લટકાડવાનો શોખ ગેરકાયદે હથિયાર વસાવવા અને તેને રાખવા માટે પ્રેરી રહ્યો છે અને એટલે જ એકાંતરે અને બે દિવસે કોઈને કોઈ શખ્સ ગેરકાયદે તમંચા અને પિસ્તોલ સાથે ઝડપાઇ  રહયા છે , આજે વધુ એક શખ્સને દેશી તમંચા સાથે ઝડપી લેવાં આવ્યો છે , રાજકોટના તાલુકા પોલીસ મથક દ્વારા દેશી તમંચા સાથે ગોંડલ રોડ પાસેથી ભાણા ના ઉપનામ ધારી શખ્સને ઝડપી લઈને કાર્યવાહી કરી છે.... 

  રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચના અને સંયુક્ત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ તેમજ નાયબ પોલીસ કમિશનર  જાડેજા ઝોન 2 ના માર્ગદર્શન અને મદદનીશ પોલીસ કમિશનર જે એસ ગેડમ તેમજ એસીપી ક્રાઇમ ના માર્ગદર્શન હેઠળ પીઆઇ જેવી ધોળા અને સ્થાફે ગોંડલ રોડ ખાતે પેટ્રોલિંગ દરમિયાન રવીચી નગર ખાતે બાતમીના આધારે પ્રકાશ ઉર્ફે ભાણો દેશી તમંચા સાથે ઝડપી લેવામાં આવ્યો છે આ કાર્યવાહીમાં પ્રકાશ વાઘેલાને ઝડપી લેવા માટે પીએસઆઇ એન ડી ડામોર, એએસઆઇ આર બી જાડેજા, મોહસીન ખાન, અમીન ભાલૂર, વિજયગીરી ગોસ્વામી સહિતના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે 

Related News