રાજકોટ મનપાની ટીકીટ ફાઇનલ થયા વગર ખુલી ગયા કાર્યાલય : સામાંકાંઠે માહોલ ગરમ બન્યો

TOP STORIES Publish Date : 29 January, 2021 12:53 PM

રાજકોટમાં ટીકીટ ફાઇનલ થયા વગર જ કાર્યાલય ખોલી નાખતા ઉત્સાહી નેતાઓ

 

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીની ટિકિટો ભલે ફાઇનલના થઈ હોય પરંતુ ઉત્સાહી કાર્યકરો અને દાવેદારો દ્વારા મતદારોને રીઝવવા અને કાર્યકરોને સાચવી લેવા કાર્યાલય ખોલવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે..... મહાપાલિકામાં શહેર ભાજપમાંથી ચૂંટણી લડવા માટે 800 જેટલા દાવેદારો લાઈનમાં છે.... એક એક વોર્ડમાં 15 થી લઈને 25-25 દાવેદારો એડીચોટી નું જોર લગાવી રહ્યા છે.... ત્યારે રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં 4 થી 5 કાર્યાલય ખુલી ગયા છે... જેને લઈને ટીકીટ માટેના દાવેદારો અને હાલ માં જ પૂર્વ થયેલા નગરસેવકો ટિકિટમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે... છો એ ટિકિટ ફાઇનલ થાય તે પહેલા જ કાર્યો ખોલવાના શરૂ કરી દેતા રાજકીય માહોલ ગરમાયો છે વાત છે રાજકોટના સામા કાંઠા વિસ્તારની જે હંમેશા રાજકારણ ચર્ચાના ચકડોળે રહ્યું છે સામાકાંઠા વિસ્તારમાં ટિકિટ ફાઇનલ થયા પહેલા કાર્યાલય ખુલી જતા રાજકિત માહોલ ખરાબ થવાની આશંકા સેવાઈ રહી છે...ગત વખતે ચૂંટણીમાં માહોલ ગરમાયો હતો અને માથાકૂટ પણ સર્જાઈ હતી.. જોકે આ વખતે પણ રાજકીય મહત્વાકાંક્ષા ધરાવતા રાજનેતાઓ અને નવા નિશાળીયા કાર્યકરો વચ્ચે આંતરિક ડખ્ખો સર્જાઈ તેવી સ્થિતિ ઉભી થઇ રહી છે

 

 

Related News