આ છે વિજયભાઈ રૂપાણીનું રાજકોટ, અમીરોએ કોરોના માટે વિવિઆઈપી સુવિધા તૈયાર રાખી: ગરીબો જજુમે છે એક બેડ માટે

NATIONAL NEWS Publish Date : 27 April, 2021 04:40 PM

ગુજરાતમાં રૂપાણી રાજ :
ધનવાનોએ પોતાના માટે બેડથી લઈને ઓક્સિજનની વ્યવસ્થા કરી : મધ્યમ અને ગરીબો ભલે બેડથી લઈને સ્મશાનના ખાટલા શોધ્યા કરે

રાજકોટ

રાજકોટમાં છેલ્લા એક મહિનામાં કોરોનાએ અનેક પરિવારોના મોભીઓથી લઈને આધાર સ્થંભ છીનવી લીધા છે.. કોરોનાના કાળમાં રૂપાણીના રાજકોટમાં બેડ ઓક્સિજન અને સ્મશાનમાં ખાટલા શોધવા એ અમરત્વ પ્રાપ્ત કરવા જેટલું અઘરું બન્યું છે ત્યારે રાજકોટમાં વસતા અમીરોએ કોરોના સામે પોતાના આલીશાન ક્લબ હાઉસ અને હાઈ ફાઈ સોસાયટીમાં બેડ ઓક્સિજન અને ડોક્ટરોની અલાયદી વ્યવસ્થા કરી લીધી છે વાત છે રાજકોટના સૌથી શ્રીમંત લોકો જ્યાં રહે છે તે સિલ્વર હાઇટ્સ ની જેમાં રહેતા લોકો માટે કોરોના આવે તો સોસાયટીના સદસ્યો માટે ખાસ vip સુવિધાથી સજ્જ વ્યવસ્થાઓ તૈયાર છે સિલ્વર હાઇટ્સ ખાતે સોસાયટીના સદસ્યો માટે બેડ થી લઈને ભોજન સુધીની અને ઓક્સિજન થી લઈને મેડિકલ ટીમ સુધીની વ્યવસ્થાઓ થઈ ચૂકી છે આતો છે પૈસાદાર લોકોની વાત પરંતુ રાજકોટના ગરીબો અને મધ્યમ વર્ગના લોકો માટે સરકારી હોસ્પિટલમાં બેડ મેળવવું એટલે યમરાજ પાસેથી પોતાનો જીવ પાછો ખેંચી લેવા જેટલી મુશ્કેલી પડે છે ૧૨ કલાકથી લઈને ૧૮ સુધી સિવિલ હોસ્પિટલમાં કે સમરસમાં દાખલ થવા માટે રાહ જોવી પડી રહી છે, છતાં બેડ મળતા નથી... આ સ્થિતિ છે વિજયભાઈ રૂપાણીના રાજકોટની કે જેને સૌરાષ્ટ્રનું પાટનગર ગણવામાં આવે છે... અને હવે આખા ગુજરાતમાં બેડ પણ નથી અને ઓક્સિજન ની પણ અપૂરતી વ્યવસ્થા હોવાનું માનનીય વિજયભાઈ રૂપાણી સરકારના વકીલે હાઇકોર્ટમાં કાબુલી ઓન લીધું છે તેવી સ્થિતિમાં જે લોકો ભગવાન ભરોષે છે તેઓએ આજના દિવસે હનુમાનજીને જ યાદ કરવા ઘટે.. બોલો જય શ્રીરામ

Related News