રાજકોટ મહાપાલિકાની ચૂંટણીનો જંગ : વોર્ડ 1ભાજપ માટે કપરા ચઢાણ જેવી સ્થિતિ

BREAKING NEWS Publish Date : 07 February, 2021 11:04 AM

રાજકોટ મહાપાલિકા વોર્ડ નમ્બર 1 : મતદારો માટે નવા ઉમેદવારો માટે કપરા ચઢાણ

રાજકોટ 

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નમ્બર 1 માં નવા ઉમેદવારો માટે કપરા ચઢાણ છે .. મહાપાલિકાની ચૂંટણીમાં આ વખતે ભાજપે બાબુભાઇ મકવાણા ને વયમર્યાદા ને લઈને નિવૃત કરી દીધા છે તેના સ્થાને તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા હિરેન ખીમાણીયાને ટિકિટ આપી છે તો પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા છે ભાનુબેન બાબરીયા અને હિરેન ખીમાણીયા બંને સ્થાનિકો માટે નવા ચહેરા છે.. જેને સ્થાનિક મતદારોએ ક્યારેય લોકસેવાના કર્યો કરતા વિસ્તારમાં જોયા નથી.. તો વોર્ડ નંબર 1માં ભાજપે ટિકિટ કાપી હોવાથી બાબુભાઇ મકવાણા નો જોઈએ એટલો મનથી સાથ નહિ મળે ..તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પણ મજબૂત ઉમેદવારી ઉતારવામાં આવ્યા છે જેને લઈને વોર્ડ નંબર 1 ભાજપ માટે કપરા ચઢાણ સમાન બની રહેશે .. ભાજપના નેતાઓ ભલે કહે રાહ સહેલી છે પરંતુ સ્થાનિકે મતદારો અને સ્થાનિક પરિબળ ચારે ઉમેદવારો માટે આ ચૂંટણીમાં સહેલું નહિ રહે 

Related News