જ્યોતિષની દ્રષ્ટિએ જાણો શું છે ગુરુનું મહત્વ 

રાશિફળ Publish Date : 28 January, 2021 09:15 PM

જ્યોતિષની દ્રષ્ટિએ જાણો શું છે ગુરુનું મહત્વ 

 

જ્યોતિષ વિજ્ઞાન 

જ્યોતિષની દ્રષ્ટિએ સૌથી શુભ ગ્રહ ગુરુને માનવામાં આવે છે  ગ્રહમંડળમાં સૂર્ય બાદ સૌથી મોટો ગ્રહ છે ગુરુ અને ગુરુ ગ્રહને સૌથી પવિત્ર અને શુભ ગ્રહ માનવામાં આવે છે , જન્મકુંડળીમાં લગભગ તમામ ઘરમાં ગુરુ શુભ ફળ આપે છે.. ગુરુ પ્રધાન વ્યક્તિઓ હમેશા સમાજમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરતા રહે છે શિક્ષા, ઉચ્ચ અભ્યાસ અને અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓના ઉચ્ચ સ્થાને બિરાજતા વ્યક્તિઓની કુંડળીમાં ગુરુની પ્રધાનતા જોવા મળે છે એટલું જ નહિ ગુરુ ગ્રહ શુભ હોઈ છે તેવી વ્યક્તિઓ અલગ અલગ ક્ષેત્રમાં ઉચ્ચ પદ્મ બિરાજતી હોઈ છે એટલું જ નહિ ગુરુ સ્થિરતા અને શુભતા સાથે જોડાયેલા રહે છે 

Related News