વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ અને સોમવતી અમાસ: પાંચ ગ્રહનો વિશેષ સંયોગ

રાશિફળ Publish Date : 13 December, 2020 09:38 AM

સૂર્ય, ચંદ્ર, બુધ, શુક્ર અને કેતુ વૃશ્ચિક રાશિમાં હોવાથી આ વખતે સોમવતી અમાસના રોજ કરવામાં આવતાં દાનનું અનંત પુણ્ય પ્રાપ્ત થશે. આ અમાસના દિવસે પોતાના પિતૃઓને સદગતિ પ્રાપ્તિ માટે ઘરમાં પિતૃદોષની શાંતિ માટે પોતાની શક્તિ અને સામર્થ્ય પ્રમાણે પીપળો, વડ, તુલસી અને આંબાના છોડ વાવવા જોઇએ.
આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ઊનનાં કપડાંનું પણ દાન કરવાથી દાનનું મહત્વ અનેકગણું વધી જાય છે. આ પાંચ ગ્રહનો વિશેષ સંયોગ હોવાથી 7 રાશિઓ ઉપર પાંચ ગ્રહોની શુભ અસર થશે.
પંચગ્રહી યોગની કેવી થશે અસર
પંચગ્રહી યોગનો તમામ રાશિઓ પર પ્રભાવ પડશે. આ 12માંથી 7 રાશિઓ ઉપર પાંચ ગ્રહોની શુભ અસર થશે અને અન્ય 5 રાશિઓ માટે સમય ઠીક રહેશે નહીં.
મેષ- સુખ પ્રાપ્તિ થાય
વૃષભ- તણાવ આવશે
મિથુન- ધન પ્રાપ્તિ થાય
કર્ક- કાર્ય વૃદ્ધિ થાય
સિંહ- પ્રમોશન થાય
કન્યા- ખર્ચ વધશે
તુલા- યશ પ્રાપ્તિ થાય
વૃશ્ચિક- તણાવ આવે
ધન- સન્માન લાભ મળે
મકર- ક્લેશ તકરાર થાય
કુંભ- યાત્રાના યોગ
મીન- લાભ મળશે

Related News