રાજકોટ નજીક નવાગામ પાસે યુવકની ઘાતકી હત્યા

BREAKING NEWS Publish Date : 10 January, 2021 07:20 PM

રાજકોટ નજીક નવાગામ પાસે યુવકની ઘાતકી હત્યા

 
રાજકોટ 
 
રાજકોટમાં નવાગામ પાસે આવેલ મામાવાડી નજીક એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.. રિક્ષાચાલક શખ્સની પાઇપ અને ઘાતકી હથિયાર વડે હત્યા કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે . રિક્ષાચાલક આકાશ પોલાભાઈ કાંજીયા નામના યુવાનની હત્યા થયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે , હત્યાનો બનાવ સામે આવતા પોલીસ કાફલો ઘટના  હતો અને હત્યાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે.. મૃતક યુવાન આકાશ રીક્ષા ચલાવતો હોવાનું સામે આવ્યું છે.. નજરે જોનારા લોકોના કહેવા મુજબ આકાશ ઉભો હતો ત્યારે અચાનક જ હત્યારાઓ પાઇપ અને તલવાર સાથે આવ્યા અને તૂટી પડ્યા હતા જેમાં ઘટના સ્થળે જ તેનું મૃત્યુ નીપજ્યું હતું ઘટનાને પગલે આકાશના પરિજનોએ સ્થળ ઉપર પહોંચીને આક્રંદ કર્યું હતું જોકે  યુવાનના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે  

Related News