પોલીસ પ્રજાનો મિત્ર એ વાત સાર્થક કરતી વીંછીયાં પોલીસ

SAURASHTRA Publish Date : 20 January, 2021 08:38 AM

" પોલીસ પ્રજાનો મિત્ર છે " ઉક્તિને  સાર્થક કરતી વિછીયા પોલીસ.. 

 

 તમે પણ કરશો પોલીસને સલામ, કોરોના ની વૈશ્વિક મહામારી લોકડાઉન  જેવી કપરી સ્થિતિ વચ્ચે દરરોજનું કમાઈને ખાતા ગરીબ પરિવારો માટે કપરા સંજોગો સર્જાયા છે ત્યારે હાલમાં શિયાળાની કડકડતી ઠંડીના સમયે વિછીયા પીએસઆઇ ટી.એસ.રીઝવી સાહેબ - પોલીસ પરિવાર તેમજ સરકાર અને સમાજ વચ્ચે કડીરૂપ સંકલન રાખનાર જાગૃત સામાજિક અગ્રણી વિનોદભાઈ વાલાણી ના સંયુક્ત આયોજનથી વિછીયાના છેવાડાના સ્લમ અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ગરીબો અને ઝૂંપડપટ્ટી માં રહેતા મજૂરોને રૂબરૂ મળી ધાબળા તેમજ કોટનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે ખરેખર વિછીયા પોલીસે ગરીબો પ્રત્યે સહાનુભૂતિનો અહેસાસ કરાવી સંવેદનશીલતાનો અનુભવ કરાવેલ,વિછીયા પોલીસની પ્રસંશનીય - પ્રેરણાદાયી અને સરાહનીય કામગીરી થી ચોમેર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

Related News