રાજકોટના લોધીકામાં તસ્કરો બન્યા બેફામ ; ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કારખાનાઓ બનાવ્યા નિશાન ; કાર લઈને આવે છે તસ્કરો ચોરી કરવા 

SAURASHTRA Publish Date : 02 January, 2021 03:26 PM

રાજકોટના લોધીકામાં તસ્કરો બન્યા બેફામ ; ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કારખાનાઓ બનાવ્યા નિશાન ; કાર લઈને આવે છે તસ્કરો ચોરી કરવા 

 
રાજકોટ 
 
રાજકોટમાં જેમ જેમ ઠંડી જામતી જાય છે તેમ તેમ ચોરી કરવા માટે તસ્કરો સક્રિય બની રહ્યા છે  શહેરની ભાગોળે આવેલા લોધીકા તાલુકાના ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં અડધો ડઝન જેટલા કારખાના ને કાર લઈને આવતા તસ્કરોએ નિશાન બનાવીને લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો છે , સમગ્ર ઘટના ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં લાગેલા સીસીટીવી માં કેદ થઇ છે, લોધિકાના ખાંભા ગામમાં આવેલી ગોલ્ડન ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ અને સ્વસ્તિક ઇન્ડસ્ટ્રીઝ તેમજ આસપાસના કારખાનામાં તસ્કરોએ ચોરી કર્યાની વિગતો સામે આવી છે... તસ્કરો મોટર કારમાં આવે છે અને એક બે નહિ ચાર તસ્કરો ની ટોળકી સક્રિય બની હોવાનું સીસીટીવી માં કેદ થયું છે પોતાની સાથે કારમાં હથિયાર સાથે આવીને ગ્રામીણ વિસ્તારમાં આવેલા કારખાનામાં ત્રાટકીને ચોરીને અંજામ આવે છે આ મામલે જિલ્લા પોલીસ તાત્કાલિક અસરથી કાર્યવાહી કરીને તસ્કર ટોળકીને ઝડપી પાડે તેવી માંગણી કરવામાં આવી છે 

Related News