હળવદમાં ભાજપના નવનિયુક્ત પદાધિકારીઓનો સન્માન સમારંભ યોજાયો

SAURASHTRA Publish Date : 23 January, 2021 09:51 AM

હળવદ ભાજપ દ્વારા નવનિયુક્ત પદાધિકારીઓ નો સત્કાર કાર્યક્રમ યોજાયો

ભારતીય જનતા પક્ષ હળવદ શહેર અને ગ્રામ્ય દ્વારા તાજેતર માં નિમણૂક પામેલ હળવદ શહેર અને ગ્રામ્ય ભાજપ ના નવનિયુક્ત પ્રમુખ મહામંત્રીઓ નો સત્કાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં હળવદ શહેર અને ગ્રામ્ય ભારતીય જનતા પક્ષ ના કાર્યકરો અને વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ ના આગેવાનો એ નવનિયુક્ત પદાધિકારીઓ ને ફૂલ ના હાર અને મોં મીઠા કરાવી અને  ઉત્સાહભેર આવકાર્યા હતા તાજેતર માં જ હળવદ શહેર ભાજપ પ્રમુખ તરીકે કેતનભાઈ દવે અને હળવદ ગ્રામ્ય ભાજપ પ્રમુખ તરીકે વાસુદેવભાઈ સીણોજીયા ની નિમણૂક થઈ છે જ્યારે હળવદ શહેર ભાજપ મહામંત્રી તરીકે સંદીપભાઈ પટેલ અને રમેશભાઈ ભગત ની નિમણૂક થઈ છે અને ગ્રામ્ય ભાજપ મહામંત્રી તરીકે નરેન્દ્રસિંહ રાણા અને સંજયભાઈ ઠાકોર ની નિમણૂક થઈ છે ત્યારે હળવદ ની સરા ચોકડી ખાતે નવનિયુક્ત પદાધિકારીઓ નું હાજર કાર્યકરો અને આગેવાનો દ્વારા ફુલહાર ખેસ પહેરાવી અને ફટાકડા ફોડી ઢોલ નગારા ના તાલે નવી જવાબદારી બદલ સ્વાગત અને સન્માન કર્યું હતું‌.

Related News