હાર્દિક પંડયાના છક્કા સાથે ટી-20 મેચ અને સિરીઝ ઉપર ટિમ ઇન્ડિયાનો કબ્જો

SPORTS Publish Date : 06 December, 2020 01:12 AM

હાર્દિક પંડયાના છક્કા સાથે ટી-20 મેચ અને સિરીઝ ઉપર ટિમ ઇન્ડિયાનો કબ્જો

એજન્સી 

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ટી-20 સિરીઝ ઉપર ભારતે કબ્જો કર્યો છે , ટી-20 મેચમાં આજે ટિમ ઇન્ડિયાએ શાનદાર બોલિંગ અને બેટિંગ કરી ને ટી-20 મેચ અને સિરીઝ ઉપર કબ્જો કર્યો છે , આજે રમાયેલા મેચમાં પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે શાનદાર 194 રન ફટકાર્યા  વિકેટકીપર બેસ્ટમે મેથ્યુના શાનદાર 58 રનનો સિંહફાળો રહ્યો હતો જોકે નટરાજને 2 વિકેટ મેળવીને ટિમ ઇન્ડિયા માટે સફળ બોલર બન્યો હતો, 20 ઓવરમાં 195 રનનો લક્ષ્યાંક મેળવવા માટે મેદાનમાં ઉતરેલી ટિમ ઇન્ડિયાના ઓપનર કે એલ રાહુલે 30, શિખર ધવને 52 અને વિરાટ કોહલીએ 40 રણ બનાવ્યા હતા જોકે સાચી લડત હાર્દિક પંડ્યાએ લડી હતી અને મેચના અંતિમ બોલ સુધી મેચમાં રહીને છેલ્લે છક્કો મારીને ટિમ ઇન્ડિયાને વિજય અપાવ્યો હતો હાર્દિકે શાનદાર અણનમ 42 રન કર્યા હતા જે માત્ર 22 બોલમાં બનાવ્યા હતા 

Related News