કોરોના કાળમાં ક્રિકેટ પ્રેમીઓ માટે મોટા સમાચાર :

SPORTS Publish Date : 24 December, 2020 10:17 PM

કોરોનાને કારણે અટકી પડેલી ડોમેસ્ટિક ક્રિકેટ સિઝન ફરી એકવાર શરૂ થવાની છે. સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની T20 ટુર્નામેન્ટ માં આગામી 10 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી સુધી રમાવાની છે.. સૈયદ મુસ્તાક અલી T20 ટુર્નામેન્ટ 6 ઝોન માં રમાડવા નિર્ણય કરાયો છે જેમાં સૌરાષ્ટ્ર ની ટીમનો પણ સમાવેશ થઇ રહ્યો છે. સૈયદ મુસ્તાક અલી T20 ટુર્નામેન્ટમાં સફળતા મેળવવા સૌરાષ્ટ્રની ટિમ દ્વારા પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ના મીડિયા મેનેજર હેમન્સુ શાહે વધુમાં જણાવ્યું કે ધીમે ધીમે જનજીવન સાથે ક્રિકેટ પણ પાટે ચડી રહ્યું છે...  સૌરાષ્ટ્રની ટિમ ઇન્દોર ખાતે 5 મેચ રમવાની છે જે પૈકી 2 મેચ રાત્રી અને 3 મેચ દિવસ દરમિયાન રમશે.. આ સાથે સૌરાષ્ટ્રની ટિમ ઇન્દોર જવા માટે ૨ તારીખે રાજકોટથી રવાના થશે અને ત્યાં પહોંચી તારીખ ૧૧ જાન્યુઆરી ના રોજ પ્રથમ મેચ હોલકર સ્ટેડિયમ ખાતે રમાશે.. ઉલ્લેખનિય છે કે ગત વર્ષ રણજી ટ્રોફી ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્ર ટીમે શાનદાર જીત મેળવી હતી જેથી ટીમનો જુશો અકબંધ જોવા મળી રહ્યો છે અને કેપટન જયદેવ ઉનડકટ ની આગેવાની માં સારા પર્ફોમન્સ ની આશાએ સૈયદ મુસ્તાક અલી ટુર્નામેન્ટ માં જીત મેળવવા માટે તડામાર પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. આમ હવે ધીમે ધીમે ક્રિકેટ પણ આગળ વધી રહ્યા નું શાહે ઉમેર્યું છે...

Related News